આ કર્મ નું ફળ કોને મળશે એનું તારણ કાઢતા જીવણ સાહેબ.
જીવણ બાપા ના ઘણા પ્રસંગો છે તેમાનો આ
પણ એક પ્રસંગ છે જેમાં કર્મ કેમ
થયું અને આનો ભોગવટો કોને મળવો જોઈએ એ વિષે જીવણ બાપા સતસંગ સભામાં ઉલ્લેખ કરે છે
એ આવા સમયે કેમ નિર્ણય લેવો.
તો એક વખત એક ગામમાં એક ભિક્ષુક ભિક્ષા માંગવા નીકળેલો. અને શેરીએ ભિક્ષાન દેહિ એવો સાદ પાડતો હતો એટલામાં એક ડેલિમાથી એક દયાળુ માતા બહાર આવ્યા અને ભિક્ષુકને કહ્યું કે આપ આજે ભિક્ષા માંગવા જાવછો એના કરતાં તમે આજે મારા ઘરે જમીલ્યોને તો મારા ઘરે આજે કોય છે નહીં અને હું એકલી છું અને મે આજે દાળ ખિચડી બનાવી છે તો તમે મારા ઘેરે અતિથિ થાવ અને મારા ઘેરે તમે આજે જમીલ્યો અને તમારી સેવા કરવા માટે અવસર આપો તો ભિક્ષુક બોલ્યા જેવી તમારી ઈચ્છા માતા હું આજે તમારા ઘેરે જમીલવ અને જમવા બેસ્યા પછી પેટ ભરીને ખાધુપણ અને ભિક્ષુકને સાથે છાશ પીવાનું મન થયું તો તેમેણે માતા પાસે છાશ પીવી છે હોયતો આપોને. તો માતા બોલ્યા માફ કરજો મહાત્મા આજે મારા ઘેરે છાસ નથી પણ હું પડોશીના ઘરે માંગીન લઈ આવુસું . માતા પડોશીની ખડકીએ ગ્યા અને ત્યાં જય છાસ માંગી પાડોશી એ હેતે કરીને છાસ પણ બોઘરું ભરીને આપી અને માતા છાસ લઈને પાસા ઘરે આવ્યા અને ભિક્ષુકને જમવા મા આપી અને ભિક્ષુક ભાત ની સાથે છાસ ભેળવીને ખાવા માંડ્યા અને બેચાર કોળયા મોઢામાં મૂકે છે તો ત્યાને ત્યાજ તે ભિક્ષુકનું અચાનક મૃત્યુ થાય છે.

માતાજી
મુશ્કેલીમાં મુકાણા.
હવે આ પ્રશ્ન
યમરાજા ના દરબારમાં ગ્યો. તો ચિત્રગુપ્ત અને યમરાજા વચ્ચેનો સવવાદ. યમરાજ બોલ્યા ચિત્રગુપ્ત
આ કર્મનું ભોગવટો કોને દેવો આ ભિક્ષુકનું મૃત્યુ કેમ થયું જોવો જરા અને આનો દોશી કોને
ઠેરાવવો?
ચિત્રગુપ્ત
બોલ્યા પ્રભુ. આનું મૃત્યુ થવાનું કારણ વિશ છે. જે વિશ છાશમાં હતું અને એને આરોગતા
એનું મૃત્યુ થયું. આ ભિક્ષુકનો શું વાક એને તો આનો દોશી નો કેવાય કારણ આ કાય આત્મ હત્યા
નથી. માટે હવે આ છાસ વાળી બેનને પૂછયે તો એનો પણ વાક નથી. કારણ છાશમાં જેર આવ્યું એના
કારણે આ ભુક્ષુકનું મૃત્યુ થયું છે. જે જેર
એક સર્પનું છે. તો સાપને પણ આનો દોશી નહીં ઠેરવી શકાશે એનું પણ કારણ છે. કારણ સાપને
ગરુડ લઈને આકાશે ઉડયો તો એના મોઢમાથી આ જેર છાશના મટકમાં પડ્યું. તો ગરુડનો પણ વાક
નથી ગરુડ બોલ્યા કે હે પ્રભુ સાપતો મારો આહાર છે. માટે હું એને ખાવા આકાશ માર્ગે લઈને ઉડયો તો એના મોઢામાથી
આ વિશ છાશના વાસણ માં પડ્યું હશે. તો આમાં મારો હું વાક. હવે યમરાજ થોડા ગુસવાણ માં
આવ્યા કે ચિત્રગુપ્ત આના દોષી કોણ છે. કોને આ કર્મનું ફળ ભોગવવું પડશે? તો ચિત્રગુપ્ત બોલ્યા પ્રભુ
તમે મારી સાથે ચાલો અને બંને ગુપ્ત રીતે વેશ બદલીને જ્યાં આ ઘટના બની હતી ત્યાં ગ્યા.
જે માતા ના ઘેરે આ ઘટના બની હતી તેનો પણ શું વાક કારણ એણે તો અતિથિ ધર્મ બજવ્યો હતો. તો એમને દોશી નો કેવાય
એમજ પાડોશી એ પાડોશી ધર્મ પાળ્યો હતો હેતે કરીને બોઘરું ભરીને છાસ પણ આપી તો તેમેને
પણ દોશી નો કેવાય.
હવે આ ઘટના ની વાત વાયુવેગે આખે ગમામાં ફેલાણી અને આખા
ગામના માણસો ણે બાયું તેમના ઘેરે ભેગા થઈગયા અને ખૂસપુસ વાતો થવા લાગી એમાં એક ઇસ્ત્રી
બીજી ઈસ્ત્રીને પૂછે છે કે આ ભિક્ષુકનું મૃત્યુ કેમ થયું ?
તો બીજી
સ્ત્રી જોયા જાણ્યા વગર પેલા માતાને બદનામ કરવા કહેછેકે “એલિ ભિક્ષુક પાસે ઘણીય સોના
ની કોરિયું હતી જે ઓલી બાઈને ખબર હતી એને લૂટવા માટે તેને જમવામાં જેર ભેળવીને મૃત્યુના
મોઢે ધકલી ધીધો”. તો ચિત્રગુપ્ત બોલ્યા જોવો પ્રભુ આ છે આ કર્મનું ફળ ભોગવનારી ઇસ્ત્રી
જે નિર્દોષ બાઈને જાણ્યા જોયા વગાર કે તેને આ ઘટના અંગે કાઇજ ખબર નથી પણ તેની વ્યક્તિગત
બળાપા ના કારણે કે વ્યક્તિગત દુશ્મની ના કારણે તેને દોશી ઠેરાવા પ્રયત્ન કરે છે. તો
આમ આ કર્મ નું ફળ અને આનો દંડ જે નિંદા કરનારી વ્યક્તિ છે જે નિરદોષને દોશી બતાડવા
તત્પર છે તેને આનો પૂર્ણ ભોગવટો મળે એવિ વાત
ચિત્રગુપ્ત ધર્મરાજ યમરાજને કહે છે.
અને પછી જીવણ બાપા આ પદ બોલ્યા.
ડો દિના જીવન સારું મરી જાવુ,
મત કરો મારૂ અને તમારું.
ઇ માલને રેઢો ન જાણશો,જેને વાસે છે લોઠ્યું વારુ.
જમરા આવશે જીવને લેવા,તઈ તાગું નીકળશે તારું.
ઊચી-ઉધરા કરતો ફર્યો. દિલ દીધું નહીં તારું.
નવા ને જૂના ભેગા થયા, હવે સમજાય તો ઘણુ સારું.
ચોઈ દિશેથી સળગાવી દીધું, તળ તપાસને તારું.
કાઢવું હોયતો કાઢી લેજો,બળતમાથી બારું.
ઠાકરના કોરનું ઠીક કરી રાખો,મટે માયલું અંધારું.
દાસીજીવણ સતભીમને ચરણે,મારો સાયબો કરે ઘણુ સારું.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો