જીવણ બાપા જાલુમાને નિજ પંથી ની વાત સમજાવેસે.
✍આ પ્રસ્તુત વાણી મહાત્મા જીવણ બાપા ની છે. અને જે આ શબ્દો છે તે બહુજ શુદ્ધ ગુજરાતી શબ્દો છે જેને તળપતિ ભાષા કહેવામાં આવે છે અને આ વાણી મા જાલુમાં ને જીવણ બાપા પરમેશ્વર ની સાયબી ના વખાણ અને સમજાવે છે.

એક વખત જીવણબાપા અને જાલુમાં વાળું કરવા બેસ્યા હતા. જીવણ બાપા જમવા બેસ્યા હતા અને જાલુમાં રોટલો ઘડતા ઘડતા પૂછે સે કે ભગત આપણે ત્યાં સાધુ સંતો ઘણા આવેસે તો આપણે ભગવાનનું નાનું મંદિર અથવા જગ્યા સ્થાપયે તો કેવું સારું તો જીવણ બાપા કહે દેવી તમે આ વિશાલ અનંત પ્રભુને નાના મંદિર માં કેમ સમાવશો જેની સુ શોભા છે. તેની હું તમને એક વાત કહું. અને આ વાણી મા અખંડ અવિનાશી નિરાકાર વૈરાટ સ્વરૂપને આપણે કેમ એક નાના મંદિરમાં સમડી શકાય. અને બાપા આ વાણી બોલ્યા જેમાં ભગવાન ક્યાં મંદિર માં રહે છે તેને કોણ મંજન કરાવે છે. અને તેમના વૈભવ અને કીર્તિ કેવી છે તે બહુજ સુંદર ભાવથી જીવણ બાપા વર્ણન કરેછે તે વખતે જાલુમાં ને સમજાવ્યું અને હવે આપણે પણ આ સમજવું જોશે.

ન જાણું નિજપંથી રાજારામ કેડી વિધ રીજસા.
આકાશ તંબુ ધરા જાજમ,દશ તણી દિગપાલજી,
ત્યાં મેળ માટીનો કરી,તારી થાપના કેડી કિજસા...
સાત સાયર અનંત નદીયુ,રેન્ટ વાયુ વેગજી,
કેતા કહું મેં કૂંપ સરોવર,મોર્યા બારે મેઘજી,
ત્યાં હેકણ જારી હાથ લઈ,તારો મંજણ કેડો કિજસા.
જાય જયવંતરી ઝળહળ જબાદ,કેતકી કરુણા રચી,
નવા દ્રોવણ ફળ નિત નવા,માઇ પુષ્પ ભાર અઢારજી,
ત્યાં તિલક તુલસી પાન બીડી,તારી પત્રી કેડી કિજસા.
અખંડ અગ્નિ જ્યોત જાગી,કોટી ભાણ પ્રકાશજી,
નવલાખ તારા ચંદ્ર સોતા,દીસે જ્યોત જલારસી,
ત્યાં હેકણ દીવડો હાથ લઈ તારી સંજયા કેડી કિજસા.
અખંડ વાજા અંદર વાગે, નિત્ય ઓચ્છવ થાયજી,
નારદ શારદ શેષ ગાવે, તારી ઓળંગે આલમરાયજી,
ત્યાં હેકણ તંત અને હેકણ જીભ્યા,કીર્તિ કેડી કિજસા.
પાણીમાં પ્રતિબિંબ દીસે, શોભા કેડી અમે કિજસા,
દાસી જીવણ જપે હાથ જોડી,દેવે દર્શન દિજસા,
ન જાણું નિજપંથી રાજારામ કેડી વિધ રીજસા
ભાવાર્થ:-
-----
ન જાણું નિજપંથી રાજારામ કેડી વિધ રીજસા.
આકાશ તંબુ ધરા જાજમ,દશ તણી દિગપાલજી,
ત્યાં મેળ માટીનો કરી,તારી થાપના કેડી કિજસા...
ભાવાર્થ:-✍ નિજપંથી રામ આપણો આતમ રામ એની વિધિ કેવિસા અને એની શોભા કેવી આકાશ જે છે તે ભગવાન માટે ચત છે. તંબુ છે અને એ મંદિર ની જાજમ જે છે એ પૃથ્વી છે.અને દસે દિશાએ દસ દરવાજા એ દિશાઓ ભગવાનના મંદિર ના દરવાજાના દિગપાલ એટલેકે એના દરવાન છે. ત્યાં આપણે ગારાનું મંદિર બનાવી એની થાપના કેમ કરવી...
------------------------–--―-----------------
------------------------–--―-----------------
સાત સાયર અનંત નદીયુ,રેન્ટ વાયુ વેગજી,
કેતા કહું મેં કૂંપ સરોવર,મોર્યા બારે મેઘજી,
ત્યાં હેકણ જારી હાથ લઈ,તારો મંજણ કેડો કિજસા.
ભાવાર્થ:-✍ હવે લોકોતો ભગવાનને એમની પોતપોતાની નજરથી અને અંધ થઈ પથ્થરને પુષ્પ પાણી ચડાવે છે. તો અહીંયા સંતોનો મત સત્ય છે. કે અનંત વૈરાટ ભગવાનને તો સમુદ્ર નદીયુ ઝરણું અને બારે મેઘ જેને મંજણ નવરાવતા હોય એવા ભગવાનને આપણી એક જારી ભરેલું પાણી હું ભીંજાડી અકે. નો થાય.
--------------------------------------
--------------------------------------
જાય જયવંતરી ઝળહળ જબાદ,કેતકી કરુણા રચી,
નવા દ્રોવણ ફળ નિત નવા,માઇ પુષ્પ ભાર અઢારજી,
ત્યાં તિલક તુલસી પાન બીડી,તારી પત્રી કેડી કિજસા.
ભાવાર્થ:-✍ અને એવા ભગવાન માટે પ્રકૃતિ પોતે શણગાર સજ્જતી હોયછે. ભાત ભાત ની ફૂલવાડી પોતે નિપજાવતા હોય છે. પોતે અનંત પ્રકારના સુગંધિત ફૂલો ઉત્પન્ન કરતા હોય છે. આ બધુજ એ નિરાકાર વૈરાટ ભગવાન માટે પ્રકૃતિ એની પૂજા કરે છે અને એમના ચરણો મા અર્પિત રહેછે એમાં જીવણ બાપા કહે આપણે તિલક તુલસી પન બીડી એતો પહેલેથીજ ભગવાનને પ્રકૃતિ એ અર્પણ કરી દીધું છે. તો આપણે અર્પણ કરેલી વસ્તુ પછી પાશી અર્પણ કરી કાઈ એનુ મહત્વ નહીં.
------------------------------------
------------------------------------
અખંડ અગ્નિ જ્યોત જાગી,કોટી ભાણ પ્રકાશજી,
નવલાખ તારા ચંદ્ર સોતા,દીસે જ્યોત જલારસી,
ત્યાં હેકણ દીવડો હાથ લઈ તારી સંજયા કેડી કિજસા.
ભાવાર્થ:✍ આ બ્રહ્માંડમાં અખંડ જ્યોત એ પ્રકાશ રૂપે પહેલેથીજ છે જેમ આતમ જ્યોત અને પરમાત્મા પણ જ્યોત સમાન છે. અને કોટિક સૂર્ય પ્રકાશિત છે. જે એજ વિશ્વંભર માટે છે. તો આપણો એક ઘીનો દીવો હું કામનો.
------------------------------------
------------------------------------
અખંડ વાજા અંદર વાગે, નિત્ય ઓચ્છવ થાયજી,
નારદ શારદ શેષ ગાવે, તારી ઓળંગે આલમરાયજી,
ત્યાં હેકણ તંત અને હેકણ જીભ્યા,કીર્તિ કેડી કિજસા.
ભાવાર્થ:-✍ આપણે મંદિરોમાં નગારા ઘંટ જાલરી ઘડીક પૂરતા હાથેથી વગાડવી અને ઉત્સવ બનાવવી અને થાકી જાય ત્યારે મૂકીને હાલતી પકડીએ અને ભગવાન ભગવાનની જગ્યાએ અને ભગત ભગતનની જગ્યાએ હો વગરનો હુતો હોય. પણ આ જે મંદિર છે ત્યાં ક્યારે આ ઉત્સવ નગારા ઘંટ વાજા જાલરી કોય દિવસ બંધજ થતી નથી અને અખંડ વાગ્યા કરેછે..
-------------------------------------
-------------------------------------
પાણીમાં પ્રતિબિંબ દીસે, શોભા કેડી અમે કિજસા,
દાસી જીવણ જપે હાથ જોડી,દેવે દર્શન દિજસા,
ન જાણું નિજપંથી રાજારામ કેડી વિધ રીજસા. .
ભાવાર્થ:-✍ આવા અવિનાશી ભગવાનને જીવણ બાપા હાથ જોડીને વંદન કરેછે..
🙏🌹જય જીવણ બાપા🌹🙏 🙏🌹 જય જાલુમાં🌹
🙏🌹જય ગુરુદેવ🌹🙏
જય હો દાસી જીવણ સાહેબ દાફડા
જવાબ આપોકાઢી નાખો