ગુરુવાર, 12 જુલાઈ, 2018

દાસી જીવણ સાહેબ ફેસબુક પેજ.
વાલો સાચાનો સંગાથી



✍️

હરખ અને શોખ નહિ જેને,તેનું કોણ જાણે અનુમાન,
દંભી વિદંભીઓ સમજે જેમ ત્રણ લોકમા ત્રિદેવ,
ગુરુજીના ઉપદેશ થી તમે જાણો,ત્રીદેવથી પણ મોટો દેવ,
ત્રણ લોક ત્રિદેવ વસ્યા,ચોથે લોકમાં વડો દેવ,બોલો🙏 સતગુરુદેવ🙏

વાલો સાચાનો સંગાથી રે,જેણે પ્રીત કીધી.(ટેક)
વાલીડા મારા પ્રથમ પ્રીત ધ્રુવે કીધી,એને અવિચળ પદવી દીધી રે. જેણે.
વાલીડા મારે બળને બોલાવી વાચા દીધી,પછે વ્રેમંડ ગ્યાતા વિંધીરે. જેણે.
વાલીડા મારા ભાવે વિદુરની ભાજી ખાધી,એના નામે ગુણીકા સીધીરે.જેણે.
વાલીડા મારા જળમાં ગજે ધા નાખી,તેની તરત ખબર લીધીરે. જેણે.
વાલીડો મારો વૃંદા વનનો વાસી, એમ બોલ્યા જીવણ દાસી રે. જેણે.

જેવી રીતે નરસી મેતાજી કૃષ્ણ ભજનમાં તેમની લીલા માં ઓતપ્રોત થઇ જતા અને પોતાની ભાન ભૂલી જતા. કહેવાય કે ઓતપ્રોત જીવણ સાહેબ પણ થતા અને જે લીલા જોય ધ્રુવે પછી બળને બોલાવી વાચા આપી કેતા બળદ જેવા પ્રાણી જો બોલી શકે તો આ કેવી સત્તા જેમ જેસલ પીર માથે લોકોએ પરીક્ષા કરવા પત્થરના પોઠિયાને નીણ (ધાસ) ખવડાવી બતાવો એવો સવાલ જેસલને કર્યો અને પીરજી એ પરમાત્મા ને પ્રાથના કરી મારા નાથ સેવકની લાજ તમે રાખો અને તે નિરજીવ પથ્થર નો બનેલો ભગવાન શિવનો પોઠ્યો(બળદ) ધાસ ખાવા લાગ્યો. અને ભગવાને પળમાં જેસલ ની લાજ રાખી. તેમજ વિદુર મહાત્મા ના ઘરે ભગવાને ગરીબ કે અમીર નતું જોયું તેમણે ફક્ત ને ફક્ત સંત હ્રદય જોયું હતું,તેમજ ગુણીકા રોજ દેહ વ્યાપાર કરતી હતી પણ એમાંથી આવેલી કમાણી માંથી દસમો ભાગ ભગવાન ના નામે બચાવતી હતી.અને તે ભૂખ્યાઓને અન્ન દાન આપતી હતી તે તેનો સતગુણ હતો.તેમજ જયારે ગજ(હાથી) પાણીમાં ફસાણો અને જુડ(ઓક્ટોપસ) નામનું પ્રાણી જેને ઘણા હાથ હોય છે અને તે હાથી જેવા વિશાલ પ્રાણીને પણ ગુચવણમાં નાખી દે છે.તો ભગવાન હાથીની વારે પણ આવવા વાર લગાડતા નથી. હવે આ ભગવાન વાલીડો વૃંદાવન નો વાસી એમ બોલ્યા જીવણ દાસી જો આ સમયે આપડે સહુ આ સત્તાધીશ પર વિશ્વાસ રાખ્યે તો આપડી માટેપણ દીનોનાથ વાર નહિ લગાડે વિશ્વાસ નો હોય તો જીવણ બાપા એ ભીમ સાહેબ ના ગુણ ગાધા ભીમસાહેબ ના ચરણો મા રહ્યા તો તમે પણ તમારા સતગુર ને ચરણે રહો અને પોતે પણ અકળિત ને કળીત જુવો....... 


✍️
                          🙏જય જીવણ બાપા🙏 જય ભીમ સાહેબ🙏 જય વાલીડો વનરા વનનો વાસી🙏

1 ટિપ્પણી:

ગુરુ એ માત્ર ભોમિયો કે સાક્ષાત્ ઇશ્વરસ્વરૂપ ?

 ગુરુ એ માત્ર ભોમિયો કે સાક્ષાત્ ઇશ્વરસ્વરૂપ ?  - ગુરુ તમને ઇશ્વર સન્મુખ લઇ જાય છે, ગુરુનું આ સામર્થ્ય છે, પણ સાથોસાથ ગુરુમાં પણ અમુક પ્રકાર...