રવિવાર, 26 ઑગસ્ટ, 2018

જાલુમાં અને જીવણ બાપાનો સવવાદ.

જીવણ બાપા જાલુમાને નિજ પંથી ની વાત સમજાવેસે. 


✍આ પ્રસ્તુત વાણી મહાત્મા જીવણ બાપા ની છે. અને જે આ શબ્દો છે તે બહુજ શુદ્ધ ગુજરાતી શબ્દો છે જેને તળપતિ ભાષા કહેવામાં આવે છે અને આ વાણી મા જાલુમાં ને જીવણ બાપા પરમેશ્વર ની સાયબી ના વખાણ અને સમજાવે છે.

✍આ પ્રસ્તુત વાણી મહાત્મા જીવણ બાપા ની છે. અને જે આ શબ્દો છે તે બહુજ શુદ્ધ ગુજરાતી શબ્દો છે જેને તળપતિ ભાષા કહેવામાં આવે છે અને આ વાણી મા જાલુમાં ને જીવણ બાપા પરમેશ્વર ની સાયબી ના વખાણ અને સમજાવે છે.

એક વખત જીવણબાપા અને જાલુમાં વાળું કરવા બેસ્યા હતા. જીવણ બાપા જમવા બેસ્યા હતા અને જાલુમાં રોટલો ઘડતા ઘડતા પૂછે સે કે ભગત આપણે ત્યાં સાધુ સંતો ઘણા આવેસે તો આપણે ભગવાનનું નાનું મંદિર અથવા જગ્યા સ્થાપયે તો કેવું સારું તો જીવણ બાપા કહે દેવી તમે આ વિશાલ અનંત પ્રભુને નાના મંદિર માં કેમ સમાવશો જેની સુ શોભા છે. તેની હું તમને એક વાત કહું. અને આ વાણી મા અખંડ અવિનાશી નિરાકાર વૈરાટ સ્વરૂપને આપણે કેમ એક નાના મંદિરમાં સમડી શકાય. અને બાપા આ વાણી બોલ્યા જેમાં ભગવાન ક્યાં મંદિર માં રહે છે તેને કોણ મંજન કરાવે છે. અને તેમના વૈભવ અને કીર્તિ કેવી છે તે બહુજ સુંદર ભાવથી જીવણ બાપા વર્ણન કરેછે તે વખતે જાલુમાં ને સમજાવ્યું અને હવે આપણે પણ આ સમજવું જોશે.

ન જાણું નિજપંથી રાજારામ કેડી વિધ રીજસા.
આકાશ તંબુ ધરા જાજમ,દશ તણી દિગપાલજી,
ત્યાં મેળ માટીનો કરી,તારી થાપના કેડી કિજસા...

સાત સાયર અનંત નદીયુ,રેન્ટ વાયુ વેગજી,
કેતા કહું મેં કૂંપ સરોવર,મોર્યા બારે મેઘજી,
ત્યાં હેકણ જારી હાથ લઈ,તારો મંજણ કેડો કિજસા.

જાય જયવંતરી ઝળહળ જબાદ,કેતકી કરુણા રચી,
નવા દ્રોવણ ફળ નિત નવા,માઇ પુષ્પ ભાર અઢારજી,
ત્યાં તિલક તુલસી પાન બીડી,તારી પત્રી કેડી કિજસા.

અખંડ અગ્નિ જ્યોત જાગી,કોટી ભાણ પ્રકાશજી,
નવલાખ તારા ચંદ્ર સોતા,દીસે જ્યોત જલારસી,
ત્યાં હેકણ દીવડો હાથ લઈ તારી સંજયા કેડી કિજસા.

અખંડ વાજા અંદર વાગે, નિત્ય ઓચ્છવ થાયજી,
નારદ શારદ શેષ ગાવે, તારી ઓળંગે આલમરાયજી,
ત્યાં હેકણ તંત અને હેકણ જીભ્યા,કીર્તિ કેડી કિજસા.

પાણીમાં પ્રતિબિંબ દીસે, શોભા કેડી અમે કિજસા,
દાસી જીવણ જપે હાથ જોડી,દેવે દર્શન દિજસા,
 ન જાણું નિજપંથી રાજારામ કેડી વિધ રીજસા



ભાવાર્થ:-
-----

ન જાણું નિજપંથી રાજારામ કેડી વિધ રીજસા.
આકાશ તંબુ ધરા જાજમ,દશ તણી દિગપાલજી,
ત્યાં મેળ માટીનો કરી,તારી થાપના કેડી કિજસા...

ભાવાર્થ:- નિજપંથી રામ આપણો આતમ રામ એની વિધિ કેવિસા અને એની શોભા કેવી આકાશ જે છે તે ભગવાન માટે ચત છે. તંબુ છે અને એ મંદિર ની જાજમ જે છે એ પૃથ્વી છે.અને દસે દિશાએ દસ દરવાજા એ દિશાઓ ભગવાનના મંદિર ના દરવાજાના દિગપાલ એટલેકે એના દરવાન છે. ત્યાં આપણે ગારાનું મંદિર બનાવી એની થાપના કેમ કરવી...
------------------------–--―-----------------
સાત સાયર અનંત નદીયુ,રેન્ટ વાયુ વેગજી,
કેતા કહું મેં કૂંપ સરોવર,મોર્યા બારે મેઘજી,
ત્યાં હેકણ જારી હાથ લઈ,તારો મંજણ કેડો કિજસા.

ભાવાર્થ:- હવે લોકોતો ભગવાનને એમની પોતપોતાની નજરથી અને અંધ થઈ પથ્થરને પુષ્પ પાણી ચડાવે છે. તો અહીંયા સંતોનો મત સત્ય છે. કે અનંત વૈરાટ ભગવાનને તો સમુદ્ર નદીયુ ઝરણું અને બારે મેઘ જેને મંજણ નવરાવતા હોય એવા ભગવાનને આપણી એક જારી ભરેલું પાણી હું ભીંજાડી અકે. નો થાય. 
--------------------------------------
જાય જયવંતરી ઝળહળ જબાદ,કેતકી કરુણા રચી,
નવા દ્રોવણ ફળ નિત નવા,માઇ પુષ્પ ભાર અઢારજી,
ત્યાં તિલક તુલસી પાન બીડી,તારી પત્રી કેડી કિજસા.

ભાવાર્થ:- અને એવા ભગવાન માટે પ્રકૃતિ પોતે શણગાર સજ્જતી હોયછે. ભાત ભાત ની ફૂલવાડી પોતે નિપજાવતા હોય છે. પોતે અનંત પ્રકારના સુગંધિત ફૂલો ઉત્પન્ન કરતા હોય છે. આ બધુજ એ નિરાકાર વૈરાટ ભગવાન માટે પ્રકૃતિ એની પૂજા કરે છે અને એમના ચરણો મા અર્પિત રહેછે એમાં જીવણ બાપા કહે આપણે તિલક તુલસી પન બીડી એતો પહેલેથીજ ભગવાનને પ્રકૃતિ એ અર્પણ કરી દીધું છે. તો આપણે અર્પણ કરેલી વસ્તુ પછી પાશી અર્પણ કરી કાઈ એનુ મહત્વ નહીં.
------------------------------------
અખંડ અગ્નિ જ્યોત જાગી,કોટી ભાણ પ્રકાશજી,
નવલાખ તારા ચંદ્ર સોતા,દીસે જ્યોત જલારસી,
ત્યાં હેકણ દીવડો હાથ લઈ તારી સંજયા કેડી કિજસા.

ભાવાર્થ: આ બ્રહ્માંડમાં અખંડ જ્યોત એ પ્રકાશ રૂપે પહેલેથીજ છે જેમ આતમ જ્યોત અને પરમાત્મા પણ જ્યોત સમાન છે. અને કોટિક સૂર્ય પ્રકાશિત છે. જે એજ વિશ્વંભર માટે છે. તો આપણો એક ઘીનો દીવો હું કામનો.
------------------------------------
અખંડ વાજા અંદર વાગે, નિત્ય ઓચ્છવ થાયજી,
નારદ શારદ શેષ ગાવે, તારી ઓળંગે આલમરાયજી,
ત્યાં હેકણ તંત અને હેકણ જીભ્યા,કીર્તિ કેડી કિજસા.

ભાવાર્થ:- આપણે મંદિરોમાં નગારા ઘંટ જાલરી ઘડીક પૂરતા હાથેથી વગાડવી અને ઉત્સવ બનાવવી અને થાકી જાય ત્યારે મૂકીને હાલતી પકડીએ અને ભગવાન ભગવાનની જગ્યાએ અને ભગત ભગતનની જગ્યાએ હો વગરનો હુતો હોય. પણ આ જે મંદિર છે ત્યાં ક્યારે આ ઉત્સવ નગારા ઘંટ વાજા જાલરી કોય દિવસ બંધજ થતી નથી અને અખંડ વાગ્યા કરેછે..
-------------------------------------
પાણીમાં પ્રતિબિંબ દીસે, શોભા કેડી અમે કિજસા,
દાસી જીવણ જપે હાથ જોડી,દેવે દર્શન દિજસા,
ન જાણું નિજપંથી રાજારામ કેડી વિધ રીજસા. .


ભાવાર્થ:- આવા અવિનાશી ભગવાનને જીવણ બાપા હાથ જોડીને વંદન કરેછે..


🙏🌹જય જીવણ બાપા🌹🙏 🙏🌹 જય જાલુમાં🌹
🙏🌹જય ગુરુદેવ🌹🙏



રવિવાર, 19 ઑગસ્ટ, 2018

જીવણ બાપાનો સતસંગ


આ કર્મ નું ફળ કોને મળશે એનું તારણ કાઢતા જીવણ સાહેબ. 



જીવણ બાપા ના ઘણા પ્રસંગો છે તેમાનો આ પણ એક પ્રસંગ છે જેમાં કર્મ કેમ થયું અને આનો ભોગવટો કોને મળવો જોઈએ એ વિષે જીવણ બાપા સતસંગ સભામાં ઉલ્લેખ કરે છે એ આવા સમયે કેમ નિર્ણય લેવો.

તો એક વખત એક ગામમાં એક ભિક્ષુક ભિક્ષા માંગવા નીકળેલો. અને શેરીએ ભિક્ષાન દેહિ એવો સાદ પાડતો હતો એટલામાં એક ડેલિમાથી એક દયાળુ માતા બહાર આવ્યા અને ભિક્ષુકને કહ્યું કે આપ આજે ભિક્ષા માંગવા જાવછો એના કરતાં તમે આજે મારા ઘરે જમીલ્યોને તો મારા ઘરે આજે કોય છે નહીં અને હું એકલી છું અને મે આજે દાળ ખિચડી બનાવી છે તો તમે મારા ઘેરે અતિથિ થાવ અને મારા ઘેરે તમે આજે જમીલ્યો અને તમારી સેવા કરવા માટે અવસર આપો તો ભિક્ષુક બોલ્યા જેવી તમારી ઈચ્છા માતા હું આજે તમારા ઘેરે જમીલવ અને જમવા બેસ્યા પછી પેટ ભરીને ખાધુપણ અને ભિક્ષુકને સાથે છાશ પીવાનું મન થયું તો તેમેણે માતા પાસે છાશ પીવી છે હોયતો આપોને. તો માતા બોલ્યા માફ કરજો મહાત્મા આજે મારા ઘેરે છાસ નથી પણ હું પડોશીના ઘરે માંગીન લઈ આવુસું . માતા પડોશીની ખડકીએ ગ્યા અને ત્યાં જય છાસ માંગી પાડોશી એ હેતે કરીને છાસ પણ બોઘરું ભરીને આપી અને માતા છાસ લઈને પાસા ઘરે આવ્યા અને ભિક્ષુકને જમવા મા આપી અને ભિક્ષુક ભાત ની સાથે છાસ ભેળવીને ખાવા માંડ્યા અને બેચાર કોળયા મોઢામાં મૂકે છે તો ત્યાને ત્યાજ તે ભિક્ષુકનું અચાનક મૃત્યુ થાય છે.
માતાજી મુશ્કેલીમાં મુકાણા.

હવે આ પ્રશ્ન યમરાજા ના દરબારમાં ગ્યો. તો ચિત્રગુપ્ત અને યમરાજા વચ્ચેનો સવવાદ. યમરાજ બોલ્યા ચિત્રગુપ્ત આ કર્મનું ભોગવટો કોને દેવો આ ભિક્ષુકનું મૃત્યુ કેમ થયું જોવો જરા અને આનો દોશી કોને  ઠેરાવવો?
ચિત્રગુપ્ત બોલ્યા પ્રભુ. આનું મૃત્યુ થવાનું કારણ વિશ છે. જે વિશ છાશમાં હતું અને એને આરોગતા એનું મૃત્યુ થયું. આ ભિક્ષુકનો શું વાક એને તો આનો દોશી નો કેવાય કારણ આ કાય આત્મ હત્યા નથી. માટે હવે આ છાસ વાળી બેનને પૂછયે તો એનો પણ વાક નથી. કારણ છાશમાં જેર આવ્યું એના કારણે આ ભુક્ષુકનું મૃત્યુ થયું છે.  જે જેર એક સર્પનું છે. તો સાપને પણ આનો દોશી નહીં ઠેરવી શકાશે એનું પણ કારણ છે. કારણ સાપને ગરુડ લઈને આકાશે ઉડયો તો એના મોઢમાથી આ જેર છાશના મટકમાં પડ્યું. તો ગરુડનો પણ વાક નથી ગરુડ બોલ્યા કે હે પ્રભુ સાપતો મારો આહાર છે. માટે હું  એને ખાવા આકાશ માર્ગે લઈને ઉડયો તો એના મોઢામાથી આ વિશ છાશના વાસણ માં પડ્યું હશે. તો આમાં મારો હું વાક. હવે યમરાજ થોડા ગુસવાણ માં આવ્યા કે ચિત્રગુપ્ત આના દોષી કોણ છે. કોને આ કર્મનું ફળ ભોગવવું પડશે? તો ચિત્રગુપ્ત બોલ્યા પ્રભુ તમે મારી સાથે ચાલો અને બંને ગુપ્ત રીતે વેશ બદલીને જ્યાં આ ઘટના બની હતી ત્યાં ગ્યા. જે માતા ના ઘેરે આ ઘટના બની હતી તેનો પણ શું વાક કારણ એણે  તો અતિથિ ધર્મ બજવ્યો હતો. તો એમને દોશી નો કેવાય એમજ પાડોશી એ પાડોશી ધર્મ પાળ્યો હતો હેતે કરીને બોઘરું ભરીને છાસ પણ આપી તો તેમેને પણ દોશી નો કેવાય.

હવે  આ ઘટના ની વાત વાયુવેગે આખે ગમામાં ફેલાણી અને આખા ગામના માણસો ણે બાયું તેમના ઘેરે ભેગા થઈગયા અને ખૂસપુસ વાતો થવા લાગી એમાં એક ઇસ્ત્રી બીજી ઈસ્ત્રીને પૂછે છે કે આ ભિક્ષુકનું મૃત્યુ કેમ થયું ?

તો બીજી સ્ત્રી જોયા જાણ્યા વગર પેલા માતાને બદનામ કરવા કહેછેકે “એલિ ભિક્ષુક પાસે ઘણીય સોના ની કોરિયું હતી જે ઓલી બાઈને ખબર હતી એને લૂટવા માટે તેને જમવામાં જેર ભેળવીને મૃત્યુના મોઢે ધકલી ધીધો”. તો ચિત્રગુપ્ત બોલ્યા જોવો પ્રભુ આ છે આ કર્મનું ફળ ભોગવનારી ઇસ્ત્રી જે નિર્દોષ બાઈને જાણ્યા જોયા વગાર કે તેને આ ઘટના અંગે કાઇજ ખબર નથી પણ તેની વ્યક્તિગત બળાપા ના કારણે કે વ્યક્તિગત દુશ્મની ના કારણે તેને દોશી ઠેરાવા પ્રયત્ન કરે છે. તો આમ આ કર્મ નું ફળ અને આનો દંડ જે નિંદા કરનારી વ્યક્તિ છે જે નિરદોષને દોશી બતાડવા તત્પર છે તેને આનો પૂર્ણ ભોગવટો  મળે એવિ વાત ચિત્રગુપ્ત ધર્મરાજ યમરાજને કહે છે.     


અને પછી જીવણ બાપા આ પદ બોલ્યા.

ડો દિના જીવન સારું મરી જાવુ, 
મત કરો મારૂ અને તમારું.

ઇ માલને રેઢો ન જાણશો,જેને વાસે છે લોઠ્યું વારુ.
જમરા આવશે જીવને લેવા,તઈ તાગું નીકળશે તારું.

ઊચી-ઉધરા કરતો ફર્યો. દિલ દીધું નહીં તારું.
નવા ને જૂના ભેગા થયા, હવે સમજાય તો ઘણુ સારું.

ચોઈ દિશેથી સળગાવી દીધું, તળ તપાસને તારું.
કાઢવું હોયતો કાઢી લેજો,બળતમાથી બારું.

ઠાકરના કોરનું ઠીક કરી રાખો,મટે માયલું અંધારું. 
દાસીજીવણ સતભીમને ચરણે,મારો સાયબો કરે ઘણુ સારું.



          🙏🌹જય જીવણ બાપા 🙏🌹જય ભીમ સાહેબ🌹🙏
       



બુધવાર, 15 ઑગસ્ટ, 2018

KABIR SAHEB AND DHARMDAS

કબીર સાહેબ અને ધર્મદાસ 
ધર્મદસ વૈષ્ણવ હતા અને ઠાકુર પૂજા કરતા હતા. મૂર્તિપૂજાના કૃમિમાં ધર્મદાસ મથુરામાં આવ્યા હતા. જ્યાં તેઓ કબીરસાહેબ ને મળ્યા હતા ધર્મદાસ એક દયાળુ વ્યક્તિ હતા અને એક પવિત્ર જીવન જીવે છે. અતિશય સંપત્તિ પછી પણ, અહંકારે તેમને સ્પર્શ કર્યો નહોતો. તેઓ પોતાના હાથથી પોતાનું રસોઇ બનાવતા બળતણ વાપરવા પહેલા લાકડાને ધોઈને ઉપયોગ લેતા પવિત્રતા માટે. 

એક વખત જ્યારે મથુરામાં ધર્મદાસ ભોજન તૈયાર કરતાં હતા ત્યારે ત્યાં કબીર સાહેબ આવેલા અને રસોઈ માટે જે લાકડા વપરાતા હતા તે લાકડમથી અસંખ્ય કીડીઓ બાર આવવા મંડી. ધર્મદાસ મહાત્માની નજર પડતાં તેમણે તરત આગમથી લાકડું બારું ખેશિલીધુ, અન કીડીઓન બળતા બસવી લીધી. તેમને ઘણુય દુખથયું અને આકુળ વ્યાકુળ થવા માંડ્યા જે કીડીઓ આગમાં હળકી ગઈ હતી એના બારમાં ધરામદાસ ને ખૂબ પસ્તાવો થવા માંડ્યો. વિશારમાં પડીગયા અને આત્મો દુખી થઈડયો અને આખોદિવસ કાય ખાધું પીધું પણ નહીં. એને એવું થયું કે ખાવાનું બનાવતી વખતે આટલી કીડીઓ મરી ગઈ તો આ કેમ ખાવું. અને કોક ભૂખ્યા સાધુ સંત ને આ ખાવાનું ખવડાવવાનો વિશાર કર્યો. ખાવાનું ફેકાય પણ નઇ તોય પાપ લાગ. ઇ ખાવાનું લાઇન ધરામદાસ બાર આવ્યા તો ન્યા એક ધાટાઘોર જાડવા નિષે કબીર સાહેબ આસન નાખી બેઠા હતા. અને ધર્મદાસ એમને ભોજન જમવાનો આગ્રહ કર્યો અને કબીર સાહેબે સવાલ પુશયો. કે કા ધરામદાસ આટલી બધી કિડીમરીગય ઈનું પાપ મારી માથે હૂકામ નાખસ. અને બોલ્યા તું જે મૂર્તિની પુજા કરેસે એ ઠાકોરને પુશી લેવું તુને કે આના અંદર કીડિયું છે. ધર્મદાસ આચર્ય ચકિત થઈ ગયા કે આ બધી મારી વ્યક્તિગત વાત કેમ જાણી ગયા. અને વધુ આશ્ચર્ય તો જે કીડીઓ મરેલી હતી ઇ જીવત્યુ ખાવનામથી બારી આવવા માંડ્યુ એમાં ધરમદસને થયું કે આ વળી હું મરેલી કિડયું જીવતી કેમ થઈ. કબીર સાહેબને કહ્યું કે હે મહાપુરુષ જો મને ભગવાન સાથે વાતચીત કરતાં આવડતી હોટ તો હું આ કિડયુને મરવા દવ ખરો. કબીર સાહેબે પાપના શોકમાં ડૂબેલા ધર્મદાસને અધ્યાત્મિક જ્ઞાન દિયા અને ઘણા રહસ્યો સમજાવ્યા. ધરામદાસ અમને કબીર સાહેબને એમનો પરિચય પુશયો તો કબીર સાહેબ બોલ્યા નામ મારૂ કબીર છે. અને હું અમરલોકનો વાસી છું. આટલું કહીને કબીરસાહેબ અંતર ધ્યાન થઈગયા.

પછી ધાણાય દિવસથી ધરામદાસ કબીરજીને ગોતવામાંડયા પણ ક્યાય કબીરજી મળ્યા નહીં અને એમની સ્થિતિ પાગલ જેવી થવા લાગી તો ધર્મદસના પત્ની તેવો કહેવા લાગ્યાકે તેમને ગોતવા સરળ છે. તમે કેમ વ્યાકુળ થાવસો. જેમ કીડી મકોડાં ગળને ગોતતા ગોતતા સ્વયમ આવિજય એમ . તો દર્મદાસ બોલ્યા તારો હું કેવનો મતલબ મને હમજતો નથી.

તેમની પત્નીએ કહ્યું - ભંડારા કરવો . દાન કરવો હજારો સંતો આપણે દ્વારે આવશે જ્યારે તે સાધુ તમને દેખાય એટલે ઓળખી લેજો
ધરમદાસ ને આ વાત યોગ્ય લાગી અને તે જ કરવાનું શરૂ કર્યું. તેઓ તેમની તમામ મિલકત ખર્ચવા લાગ્યા સાધુ સંતો આવવા લાગ્યા પણ તે ઋષિ (કબીર) ન મળ્યો.
પશી એમની ખોજતો સાલું હતી અને એક વખત પાસા કબીર સાહેબ ના દર્શન થયા પાશી ધર્મદાસે કહ્યું મે તમને તે દિવસથી બહુ શોધ્યા પણ તમારી ક્યાથી સમાચાર નો મળ્યા. તો કબીર સાહેબ બોલ્યા અરે તું મને નતો ગોતતો હતો. તું કીડી મકોડાને ગોતતો હતો. આ જવાબ હાભળીને ધર્મદાસને પોતાની મૂર્ખતાનું ભાન થયુ. અને કબીરજી બોલ્યા કે તું ભાગ્યશાળી સો જે તુએ મને પાસો ઓળખી લીધો. હવે તું જરા ધીરજ ધારણ કર હું સમય આવતા તને જન્મ મૃત્યુ માઠી મુક્ત થવાનો સતમાર્ગ બતાવીશ. પછી દર્મદાસ એમને બાંધવગઢ કબીરજીને થોડા દિવસ સાથે લાઈગયા અને સમય આવતાની સાથે ધર્મદાસ અને તેમના પત્નીને અભય દાન આપ્યું અને ઇસ્વર ની ઓળખાણ કરવી..

🌹ધન્ય ધની ધરામદાસ🌹 જય કબીર સાહેબ 🌹

🌹જય જીવણ સાહેબ 🌹 જય ગુરુદેવ  




KABIR SAHBE AND DHARAM DAS   


🌹

રવિવાર, 5 ઑગસ્ટ, 2018

સતાધારના સંતોનો સાથ



સતાધારના સંતોનો સાથ
સતાધાર જગ્યાના ગીગાબાપાએ જીવણ સાહેબ વિષયમા ધણુ સાંભળેલુ.તેમની ભક્તિ,તેમની કસોટીઓનો મહિમા ચારેય દિશામા ફેલાયેલો હતો.આથી ગીગાબાપુને ઘોઘાવદર જઈ જીવણ સાહેબ સાથે સતસંગ કરવાનું મન થયું અને પૂજ્ય ગીગાબાપુ ખાસ સતાધારથી ઘોઘાવદર આવેલા ઘોઘાવદર તેમને ખુબ ગમ્યું.
બે જ્ઞાનીઓ ભેગા થાય તો એક બીજાને કેવો અનેરો આનંદ આવે કર્યો હશે  આ સંતોના મેળાપથી પરીસર શુધ્ધ બનીજાય સાથે તેમની શબ્દોની અમૃત ધારથી બીજા મુમુક્ષોને શબ્દ રસનું રસપાન કરવા મળે.આ વખતે બંને સંતો ખુબ હેતે મળ્યા.એક વાર ગીગાબાપુ  એ જીવણ સાહેબને કહ્યું જીવણ એક વચન આપો.જીવણ સાહેબ કહેછે પ્રભુ મારા પાસે નારાયણના નામ સિવાય બીજું કઈજ નથી.ચતા આપ માંગો ઈશ્વર લાજ રાખશે ગીગાબાપુ કહે છેકે આપ જયારે ધામમાં સિધાવો,અને ઘોઘાવદરમાં તમારી સમાધિ રચાય. અને તમારિ મૂર્તિ સ્થપાય ત્યારે હુપણ તમારી પડખે હોઉ. જીવણ સાહેબ કહેછે આતો મારા હાથની વાતનથી. ચતાય અખિલ બ્રહ્માંડનો માલિક લાજ રાખશે અને તમારી ઈચ્છા પૂરી કરશે. જેમ અહિયાં બીજો પણ પ્રસંગ છે કે ગુરુ ખી,સાહેબ અને તેમના શિષ્ય ત્રિકમ સાહેબ તેવો પણ આવી રીતે એક બીજાને વચન આપેલું. ત્રિકમ સાહેબે ગુરુ ખીમ બાપા ને કહેલું કે ગુરુજી આપ જ્યારે સમાધિ લ્યો ત્યારે મારી સમાધિ તમારા બાજુમાં હોય એવું વચન આપો. તો ખીમ સાહેબ ખૂબ આનંદિત થયા અને કહ્યું હ મારૂ વચન છે. જોવો ત્રિકમ સાહેબનો કેવો ગુરુ પ્રેમ છે કે અંત વેળા પણ હું તમારી સાથે સથવારો કરું.  આમ બંને સંતોએ આનંદ કર્યો,સાથે રહ્યા અને બંને સંતો દુનયા થી વિદાય લીધી.હાલમાં જીવણ સાહેબની સમાધિ સ્થાને ધોધાવદર માં સંત ગીગાબાપુની પણ મૂર્તિ છે અને સતાધારમા તેમની ચરણ પાદુકા છે. આ જગ્યામાં જીવણ સાહેબની આરતી સાથે સાથે ગીગાબાપુની પણ આરતી થાયછે.સતાધારમા જેપણ મહંત તરીકે સ્થપાય તે ત્યાં આવે છે.જીવણ સાહેબે પદમાં બોલ્યા.


“અવસર બોત ભલો આવ્યો,તુને રચના દઈને રમાયોરે.કાં તે પુર્વની પ્રીતે પાયો.
સેવાને સમ્રણ બંદગી બહુ કીધી,જીભ્યાયે રામ જપાયો,
તીરથ વ્રત દાન દીધા રે કાં તું નીર ગંગાજીમાં નાયો.અવસર”
“મારા રામ રસડાની વાતું,સાધુ ભેદુુ વિના કે,ને રે કઈયે.
ભેદુ હોય તેને ભેદ જ દીસે,ઈ તો અગમનિગમની વાતું લઈયે.
સાધુ ભેદ ના હોય તેને ભેદ જો દીસે ઈ તો સાથે લાજું ગુમઈયે. સાધુ.......


બોલો ગીગાબાપુની જય હો...જીવણ સાહેબ નો જય હોય.....સંતોનો જય હોય...



ગુરુ એ માત્ર ભોમિયો કે સાક્ષાત્ ઇશ્વરસ્વરૂપ ?

 ગુરુ એ માત્ર ભોમિયો કે સાક્ષાત્ ઇશ્વરસ્વરૂપ ?  - ગુરુ તમને ઇશ્વર સન્મુખ લઇ જાય છે, ગુરુનું આ સામર્થ્ય છે, પણ સાથોસાથ ગુરુમાં પણ અમુક પ્રકાર...