શનિવાર, 28 જુલાઈ, 2018

મિરા બાઈ રોહિદાસ બાપા અને બલક બુખારુંદા બાદશાહ. Mira Bai. Guru Rohidas & Balak Bukharunada Badsha.Guru Kabir Saheb.

મિરા બાઈ રોહિદાસ બાપા અને બલક બુખારુંદા બાદશાહ.

Balak Bukharunda Badshah. Guru Kabir Saheb.
Mira Bai Guru. Rohidas.    


તેવો પણ આજ સાહેબ પ્રણાલિકા ના અમુલ્ય રત્નો છે. હજુ ઘણા સંતો હશે પણ મારા પાસે આટલીજ યાદી છે. જે યાદીને જોતાજ મનના બધાજ સંશયો દૂર થાય છે . એકતો મીરબાઈ ચિતોડ ના મહારાણી અને રોહિદાસ બાપા ચામડા ના બુટ સંપલ અને મોજડી બનાવે. એક વખત રમાનદ બાપા તેમના ગામ આવેલા કોઈને મળવા અને એમાં રોહિદાસ બાપાને ખબર પડી કે આપણા ગામ સંત શિરોમણી રામાનંદ સાહેબ આવ્યા છે અને રોહિદાસ બાપાને તેમને મળવાની ખૂબ ઈચ્છા થઈ અને ઘણા સમયથી જે ઈચ્છા હતી તે પૂર્ણ થઈ અને રામાનંદ સાહેબના ચરણો માં તેમણે સુંદર મોજડી બનાવેલી જે રામાનંદ સાહેબને ભેટ ધારવાજ બનાવી હતી. અને ત્યારે રવિ નામ હતું .અને જ્યારે રઈ એ તેમના ચરણોમાં આ મોજડી મૂકી અને બોલ્યા કે મારા પાસે આનાથી વિશેષ ભેટ કહીજ નથી. અને રામાનંદ સાહેબે તેમને કહ્યું તારી કવિતાવો ની રચના ખૂબ સુંદર અને મોહિત કરનારી છે. તો તને સાચેમાં રામ દર્શન કરવા છે. તો બાપા બોલ્યા હા અને ત્યાં બોધ આપ્યો કહ્યું કે મને તમારો દાસ બનાવો તો રામાનંદ સાહબે બોલ્યા મારો દાસ નહીં પણ રામનો દાસથા અને ત્યાં રવિ માથી રોહિદાસ નામ પડ્યું. અને રામાનંદ સાહેબની ગુરુભક્તિ સ્વીકારી અને મહાન સંત આજે આખા વિશ્વમાં તેમને સન્માન અને મહાજ્ઞાની ની તરીકે બિરદાવે છે. પછીના પ્રસંગોમાં ઘણી વાતો છે. જેમાં મિરા બાઈ રાજ કુવરી હતા અને મિરા ગિરધર ના ગુણ ગાવામાં મગ્ન હતા તેમાં એમની મુલાકાત બલક બુખારુંદા બાદશાહના દીવાન એમની સાથે થઈ અને મીરબાઈ ની ભક્તિ જોય બોલ્યા કે તમને જો મુર્તિમાંથી સાચા ગિરધારી જોવા હોય તો કાશીના કબીર સાહેબ ને મળો મીરાતો કહે મુરતીમાં નહીં તો સાચછેમાં ગિરધર મને જોવા મળે તો દીવાન બોલ્યા કે હા મારા મહારાજા પણ કબીર સાહેબના શિષ્ય છે તેમણે પણ મરેલા ઉટને જોઈને ફકીરી લીધી અને મેજ તેમણે કહ્યું હતુકે તમને જો આ ઉટની આત્મા ક્યાં ગઈ કે આપણી અંદરની આત્મા કેમ જોવી ક્યાં જોવી કેમ અનુભવ કરવો તો મે કહ્યું તેતો બેહદ ની વાત છે. તો આવી બેહદ ની વાત જાણવી હોય તો તે સંતો આપણને જણાવી શકે અને એજ પળમાં બુખારુંદા બાદશા ફકીરી સ્વીકારી અને કબીર સાહેબ જેવા મહાન સંતની છાયા મળી અને તમને પણ જો ગિરધારી ના દર્શન કરવા હોય તો કબીર સાહેબ કાશીમાં છે ત્યાં જાવ જરુરુ રસ્તો હુજશે. અને મિરા બાઈ એજ ઘડી એજ પળ વિના સમય ગુમાવે કાશી પ્રસ્થાન કર્યું. કબીરસાહેબની જુપડીએ ગયા અને બોઘ આપવાની વાત કરી પણ કબીર સાહેબે ના પાડી. કે હે મીરાબાઈ તમે આયા હુધી હૂકામ ધક્કો કર્યો તમારા ચિતોડ ની બાજુમાં સરશય ગામ છે ત્યાં મારા ગુરુભાઈ રોહિદાસ રહે છે. તમે તેને વિનંતી કરો અને તેમની પાસે બોધ લ્યો. ન્યાથી મિરા બાઈ પાસા સરસય ગામ આવ્યા અને રોહિદાસ બાપાને મળ્યા. તો રોહિદાસ બાપા તેમણે પણ મિરાબાઈને ના પાડી કે
"મિરા બાઈ પાછા ઘેર જાવો, તમે રાજના કુવરી અને અમે જાતના ચમાર"
તમને લોકો ગમે તેમ બોલશે તમારી નિંદા કરસે તમને ના કેવાના વેણ કેસે આ બધુ તમે નહીં સહન કરીશકો માટે મારી વિનંતી તમે ''પાછા ઘેરે જાવો''
મિરા બાઈ ત્યાથી ડગયા નહીં અને મક્કમ તાથી ગુરુજીને વચન આપ્યું કે ''હું હવે આયાથી પગલાં પાસા નહીં કરું,પાટી થોડી જવું ઘણે દૂર ગુરુજી હવે મેરુ કરો'' દુનયાને જે કેવું હોય તે કેય મારા ઉપર દયા કરો મને ક્રુષ્ણ દર્શન કરવો મારા ગિરધરના દર્શન કરવો. રોહિદાસ બાપા તેમણે એમની માથે કરુણા કરી અને મિરા બાઈ તુરંત એજ પળ માં ભજન બોલ્યા કે
"આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે,
ભ્રમણા ને ભાંગ્યા વિના લખ ચોર્યાસી નહીં મટે"
ગુરુ રોહિદાસ પ્રતાપે,બાઈ મિરા બોલ્યા...
જોવ જરાક વિશાર કરજો અત્યાર હુધી મિરા બાઈ ગિરધર ના ગુણ ગાતા હતા. જેવોજ બોધ ગુરુ રોહિદાસ બાપનો લાગ્યો એટલે ગુરુને પ્રતાપે બોલવા મંડ્યા.. તો મિરા બાઈ ભ્રમણાઑ રોહિદાસ બાપાના જ્ઞાન પ્રકાશ થી થઈ અને મિરા બાઈએ જરાપણ જાતિ પાટી લોકોનું બોલવું ઘરેથી રાણાજી યે જેરનો પ્યાલો મોકલાવ્યો ઘણું થયું પણ મિરા બાઈ ડગયા નહીં. જય હો સંતમિરા બાઈ તમારી ગુરુ ભક્તિ ને નમન છે. 🙏
હમણાંના ઘણા લોકો કેવું કેય ખબર અમારેતો વાંધો નથી પણ અમને ગામના લોકો સાથે રહેવું પડે માટે અમે તમારાથી શેટા રહીએ બાકી કાય વાંધો નથી તો આવા લોકોને કોય દિવસ શાક્ષાતકાર થતો નથી અને બીજાને પણ ભ્રમનાવોમાં ભ્રમાવે અને અવળે રૂવાડે સડાવે..
Dasi Jivan Saheb

🙏🌹ધન્ય સંતમિરા બાઈ🌹🙏🙏🌹જય રોહિદાસ બાપા 🌹🙏
🙏🌹જય જીવણ બાપા 🌹🙏જય ગુરુ દેવ 🌹


🙏🌹ગુરજી આવ્યા થયું આંજવાળું. 🌹🙏

🙏🌹ગુરજી આવ્યા થયું આંજવાળું🌹🙏
દાસી જીવણ બાપા ને ૧૭ ગુરુ કર્યા એમ લોક વાયકા છે અને ૧૮ માં ગુરુ ભીમ સાહેબ. ગુરુ ને લાખ લાખ વંદન 🌹🙏
✍️જેમને કોટિ કોટિ વંદન અને એમના સત બોધથી આજે જીવણ બાપા જેવા મહાન સંત સંતો માં એક મહત્વનુ બિરદ એવ જીવણ સાહેબને કોટિ કોટિ વંદન અને ભીમ સાહેબને કોટિ કોટિ વંદન
કહેવામા આવે છે કે જીવણ બાપા સત બોધ લીધા પછી ગુરુ પ્રત્યે જેને બોધ લીધા પેલા નફરત હતી. તે બોધ લીધા પછી કેવું પદ બોલ્યા કેવુપદ આવું તો કોય સાચો ગુરુભક્ત વાણી બોલી સકે અને અત્યારે લાગટ બીજાના ભજનોની નકલ કરી પોતાનું નામા સરણ લખી નાખે આવું નો કરવું જો એલા સતગુરુ ઉપર વિશ્વાસ રાખો જરૂર તમારી પણ આત્મ વાણી બહાર આવશે પણ મહાન સંતોના પદ ની નકલ નો કરો તમારો આતમો બોલે એ લખો કારણ તુલસી મહાત્મા કહેચે કે "તુલસી આ સંસારમાં સાહુકોય ભગત બનીજય, તો નરક કુંડ ખાલી રહે, અને સ્વર્ગ કુંડ માં બધાય ક્યાથી હમાય. માટે પોતાની આત્મ વાણી રજૂ કરો.
----------------------------------------------------------------------------
અંજવાળું અંજવાળું, આજ ગુરુજી તમે આવ્યા થયું મારે અંજવાળું.(ટેક)
સતગુરુ ગુરુશબ્દ શ્રવણે સુનિયો,
ભીમ ભેટ્યા ભાંગ્યું ભ્રમણાનુ તાળું. ગુરુજી અંજવાળું.....
જ્ઞાન ગરીબી સંતોની સેવા,
પ્રેમ ભક્તિ નો સંગ પાળુ. ગુરુજી અંજવાળું...
ખીમ ગુરુ ભાણ રવિ રમતા રામ,
તેજ તત્વ મા ભાળું. ગુરુજી અંજવાળું...
દાસી જીવણ સત ભીમ ને ચરણે,
અવર દુજો ધણી નહીંધારું.ગુરુજી અંજવાળું...



🙏🌹જય જીવણ બાપા 🙏🌹જય ભીમ સાહેબhttps://www.facebook.com/DasiJivanSaheb/posts/22587751274
https://www.facebook.com/DasiJivanSaheb/posts/2258775485625   Dasi Jivan Saheb Guru Bhim Saheb🙏

શનિવાર, 21 જુલાઈ, 2018

મે મસ્તના મસ્તી ખેલું,

મે મસ્તના મસ્તી ખેલું,

✍️એક વખત જીવણ બાપા બહાર ગામ હતા,તેવામાં જીવણ બાપાની માનતાએ આવનારા માણસો રસ્તામાં હામા મળ્યા. પણ જીવણ બાપને તે અજાણ્યા માણસોએ કોયદી જોયા તો નોહતા. તેથી આપસમાં એકબીજા બોલવા મંડ્યા ક્યાક આતો જીવણ દાસ નથીને! હારે બીજી બાઈ હતી એ એમ બોલી કાય આવો જીવણ દાસ નો હોય! આતો કોક મસતાના જેવો કોક ઘોડે સવાર સિપાહી લાગેસ અન આ વાતું જીવણ બાપા એ કાનો કાન હાંભળી અને આ સુંદર પદ સમજવા જેવુ જીવનમાંઉતારવા જેવુ આ પદ બોલ્યા.

મે મસ્તના મસ્તી ખેલું,મે દિવાના દર્શનકા,
ખમયા ખડક હાથ લઈ ખેલું,
જીત તણા અબ દઉં ડંકા. મૈ મસ્તના મસ્તી....

રા'આંગણ મે વાસ રોપાઉ,ધીરજ ઢોલ બજાવુંગા,
નુરત અને સુરતકા નટવા ખેલે,અભય મોજ લઈ આવુંગા.
મૈ મસ્તના મસ્તી...

પ્રીત પરવાના પાટા પ્રેમકા,સંત ચરણ રજ મે ટાકા,
કાળ ક્રોધ દુશ્મન ડરાવું,સતનામ દઉં ટાકા,મૈ મસ્તના મસ્તી...

સંત ચરણ તણી ઓહટ લઈ ચાલુ,હુકમ ગુરુકા હલાઉગા,
રામ નામકા અમલ પીલાઉ,રચના રામ રટાઉંગા,મૈ મસ્તના મસ્તી...

બેઠા મોજ લઉં બંદગીસે,કોટ વસાઉ ગુરુવંકા,
દાસી જીવણ ભીમ ચરણે,મે સિપાહી હું મેરામ કા.મૈ મસ્તના મસ્તી...

🙏🌹જય જીવણ બાપા 🌹🙏🙏🌹જય ગુરુદેવ 🌹🙏

શનિવાર, 14 જુલાઈ, 2018

Dasi Jivan Saheb   પ્રભુની વેઠ



કાનજી પટેલને મળેલો જીવણ બાપનો આશીર્વાદ
અને અભાગ્યને સંતોનો ઈશારો
સમજણો નહીં સંત સામે ખોટુ બોલવાનું પરિણામ એટલે રાજની વેઠે જાવું પડ્યું

એકવાર જીવણ સાહેબ માંડણ -કુંડલા સતસંગ  માટે પધારેલા.બે-ચાર દિવસની ભજનની મસ્તી પછી ઘોઘાવદર પરત જવા તૈયાર થયા.સાથે થોડોક સમાન હતો તેથી એક સેવકને  ગાડુ જોડી મૂકી જવા કહેતા સેવકે જણાવ્યું. 
 "અત્યારે તો મરવાની પણ વેળા નથી.તેથી નહિ આવી શકું.'' 

     
સંતો આપણને કદાચ કાઇપણ કામ શિંધે તો જટ તૈયાર થઈ જાવું. અથવા જુઠ્ઠું કદીયે નો બોલવું  આયા જીવણ સાહેબ એને વેઠેથી બચાવવાનો પ્રયત્ન કરતાં હશે એવું મારૂ મન કહેછે. પણ આળસિ જીવડો સંતની હના સમજી ન શક્યો અને દરબાર સાહેબને વેઠે જવું પડ્યું. 

થોડીવારમાં જ તે સેવકને રાજની વેઠે જવાનું થયું પણ જે ગાડુ જોડવાનું ના પડતો હતો  તેને ગાડુ જોડી જવાનું થયું, ત્યારે જીવણ બાપા આ નીચેનું પદ બોલ્યા.
                 '' રામને ભજીલે સીતા રામને ભજીલે,
           રામ ભજયે તારા કારજ સરે અવિચલ પટો છે
           સંત બોલાવે ત્યાં ચાલતો નથી કહે ત્યાં કામ છે.
           માર પડે ત્યારે મોર ચાલે વેઠે ભાર વે રામને.''

ગામમાં બીજા કાનજી પટેલ સેખડા બહુ સંતપ્રેમી હતા.તે હાજર હતા તેમણે આ બીના નજરે નજર જોય વગર કીધે ગાડુ જોડ્યું ને કાનજી પટેલ જીવણ બાપને ઘોઘાવદર મૂકી ગયા. કાનજી પટેલ  પાછા વળતા હતા ત્યાં જીવણ સાહેબે પૂછ્યું  ''શું ભાડું આપું'' 


 ત્યારે પટેલે જવાબ આપ્યો હતો કે મને  કઈ ભાડું જોયતું નથી. હૂતો પ્રેમેથી પ્રભુની વેઠે આવ્યો હતો.
 ''સદાયે દયા ભાવ રાખજો'' જીવણ બાપા આ સાંભળીને ખુબ આનંદ મય થયા અને આશીર્વાદ આપતા કહ્યું.''જાવ પટેલ! તમે કુંડલાના પટેલ થશો. ઠાકરની વેઠ ઉપર બીજી કોઈ વેઠ ન હોય.'' થોડાજ દિવસમાં કાનજી પટેલને દરબાર તરફથી ગામની પટલાઇ મળી. વેઠના દિવસોમાંજ કાનજી પટેલને દરબાર તરફથી ગામની પટલાઇ મળી.વેઠ્નો વારો કોઈ દિવસ આવ્યો નહિ.સંત- સેવાનું આવું ફળ મળ્યું હતું તેમ પટેલના હાલના વંશજો કહે છે. ઘોઘાવદર હાલ કાયમ દર્શન આવે છે.

🙏🌹જય જીવણ બાપા 🌹🙏જય ગુરુ દેવ 🌹🙏


દાસી જીવણ સાહેબ Dasi Jivan Saheb

ગુરુવાર, 12 જુલાઈ, 2018

દાસી જીવણ સાહેબ ફેસબુક પેજ.
વાલો સાચાનો સંગાથી



✍️

હરખ અને શોખ નહિ જેને,તેનું કોણ જાણે અનુમાન,
દંભી વિદંભીઓ સમજે જેમ ત્રણ લોકમા ત્રિદેવ,
ગુરુજીના ઉપદેશ થી તમે જાણો,ત્રીદેવથી પણ મોટો દેવ,
ત્રણ લોક ત્રિદેવ વસ્યા,ચોથે લોકમાં વડો દેવ,બોલો🙏 સતગુરુદેવ🙏

વાલો સાચાનો સંગાથી રે,જેણે પ્રીત કીધી.(ટેક)
વાલીડા મારા પ્રથમ પ્રીત ધ્રુવે કીધી,એને અવિચળ પદવી દીધી રે. જેણે.
વાલીડા મારે બળને બોલાવી વાચા દીધી,પછે વ્રેમંડ ગ્યાતા વિંધીરે. જેણે.
વાલીડા મારા ભાવે વિદુરની ભાજી ખાધી,એના નામે ગુણીકા સીધીરે.જેણે.
વાલીડા મારા જળમાં ગજે ધા નાખી,તેની તરત ખબર લીધીરે. જેણે.
વાલીડો મારો વૃંદા વનનો વાસી, એમ બોલ્યા જીવણ દાસી રે. જેણે.

જેવી રીતે નરસી મેતાજી કૃષ્ણ ભજનમાં તેમની લીલા માં ઓતપ્રોત થઇ જતા અને પોતાની ભાન ભૂલી જતા. કહેવાય કે ઓતપ્રોત જીવણ સાહેબ પણ થતા અને જે લીલા જોય ધ્રુવે પછી બળને બોલાવી વાચા આપી કેતા બળદ જેવા પ્રાણી જો બોલી શકે તો આ કેવી સત્તા જેમ જેસલ પીર માથે લોકોએ પરીક્ષા કરવા પત્થરના પોઠિયાને નીણ (ધાસ) ખવડાવી બતાવો એવો સવાલ જેસલને કર્યો અને પીરજી એ પરમાત્મા ને પ્રાથના કરી મારા નાથ સેવકની લાજ તમે રાખો અને તે નિરજીવ પથ્થર નો બનેલો ભગવાન શિવનો પોઠ્યો(બળદ) ધાસ ખાવા લાગ્યો. અને ભગવાને પળમાં જેસલ ની લાજ રાખી. તેમજ વિદુર મહાત્મા ના ઘરે ભગવાને ગરીબ કે અમીર નતું જોયું તેમણે ફક્ત ને ફક્ત સંત હ્રદય જોયું હતું,તેમજ ગુણીકા રોજ દેહ વ્યાપાર કરતી હતી પણ એમાંથી આવેલી કમાણી માંથી દસમો ભાગ ભગવાન ના નામે બચાવતી હતી.અને તે ભૂખ્યાઓને અન્ન દાન આપતી હતી તે તેનો સતગુણ હતો.તેમજ જયારે ગજ(હાથી) પાણીમાં ફસાણો અને જુડ(ઓક્ટોપસ) નામનું પ્રાણી જેને ઘણા હાથ હોય છે અને તે હાથી જેવા વિશાલ પ્રાણીને પણ ગુચવણમાં નાખી દે છે.તો ભગવાન હાથીની વારે પણ આવવા વાર લગાડતા નથી. હવે આ ભગવાન વાલીડો વૃંદાવન નો વાસી એમ બોલ્યા જીવણ દાસી જો આ સમયે આપડે સહુ આ સત્તાધીશ પર વિશ્વાસ રાખ્યે તો આપડી માટેપણ દીનોનાથ વાર નહિ લગાડે વિશ્વાસ નો હોય તો જીવણ બાપા એ ભીમ સાહેબ ના ગુણ ગાધા ભીમસાહેબ ના ચરણો મા રહ્યા તો તમે પણ તમારા સતગુર ને ચરણે રહો અને પોતે પણ અકળિત ને કળીત જુવો....... 


✍️
                          🙏જય જીવણ બાપા🙏 જય ભીમ સાહેબ🙏 જય વાલીડો વનરા વનનો વાસી🙏

ગુરુ એ માત્ર ભોમિયો કે સાક્ષાત્ ઇશ્વરસ્વરૂપ ?

 ગુરુ એ માત્ર ભોમિયો કે સાક્ષાત્ ઇશ્વરસ્વરૂપ ?  - ગુરુ તમને ઇશ્વર સન્મુખ લઇ જાય છે, ગુરુનું આ સામર્થ્ય છે, પણ સાથોસાથ ગુરુમાં પણ અમુક પ્રકાર...