Dasi Jivan Saheb પ્રભુની વેઠ
કાનજી પટેલને મળેલો જીવણ બાપનો આશીર્વાદ
અને અભાગ્યને સંતોનો ઈશારો
સમજણો નહીં સંત સામે ખોટુ બોલવાનું પરિણામ એટલે રાજની વેઠે જાવું પડ્યું
એકવાર જીવણ સાહેબ માંડણ -કુંડલા સતસંગ માટે પધારેલા.બે-ચાર દિવસની ભજનની મસ્તી પછી ઘોઘાવદર પરત જવા તૈયાર થયા.સાથે થોડોક સમાન હતો તેથી એક સેવકને ગાડુ જોડી મૂકી જવા કહેતા સેવકે જણાવ્યું.
"અત્યારે તો મરવાની પણ વેળા નથી.તેથી નહિ આવી શકું.''
થોડીવારમાં જ તે સેવકને રાજની વેઠે જવાનું થયું પણ જે ગાડુ જોડવાનું ના પડતો હતો તેને ગાડુ જોડી જવાનું થયું, ત્યારે જીવણ બાપા આ નીચેનું પદ બોલ્યા.
'' રામને ભજીલે સીતા રામને ભજીલે,
રામ ભજયે તારા કારજ સરે અવિચલ પટો છે
સંત બોલાવે ત્યાં ચાલતો નથી કહે ત્યાં કામ છે.
માર પડે ત્યારે મોર ચાલે વેઠે ભાર વે રામને.''
ત્યારે પટેલે જવાબ આપ્યો હતો કે મને કઈ ભાડું જોયતું નથી. હૂતો પ્રેમેથી પ્રભુની વેઠે આવ્યો હતો.
''સદાયે દયા ભાવ રાખજો'' જીવણ બાપા આ સાંભળીને ખુબ આનંદ મય થયા અને આશીર્વાદ આપતા કહ્યું.''જાવ પટેલ! તમે કુંડલાના પટેલ થશો. ઠાકરની વેઠ ઉપર બીજી કોઈ વેઠ ન હોય.'' થોડાજ દિવસમાં કાનજી પટેલને દરબાર તરફથી ગામની પટલાઇ મળી. વેઠના દિવસોમાંજ કાનજી પટેલને દરબાર તરફથી ગામની પટલાઇ મળી.વેઠ્નો વારો કોઈ દિવસ આવ્યો નહિ.સંત- સેવાનું આવું ફળ મળ્યું હતું તેમ પટેલના હાલના વંશજો કહે છે. ઘોઘાવદર હાલ કાયમ દર્શન આવે છે.
🙏🌹જય જીવણ બાપા 🌹🙏જય ગુરુ દેવ 🌹🙏
દાસી જીવણ સાહેબ Dasi Jivan Saheb
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો