શુક્રવાર, 26 માર્ચ, 2021

ગુરુ એ માત્ર ભોમિયો કે સાક્ષાત્ ઇશ્વરસ્વરૂપ ?

 ગુરુ એ માત્ર ભોમિયો કે સાક્ષાત્ ઇશ્વરસ્વરૂપ ? 


- ગુરુ તમને ઇશ્વર સન્મુખ લઇ જાય છે, ગુરુનું આ સામર્થ્ય છે, પણ સાથોસાથ ગુરુમાં પણ અમુક પ્રકારનું સામર્થ્ય હોવું જરૂરી છે. સ્વામી રામદાસજીના મતે ગુરુ એ આધ્યાત્મિક ભોમિયો છે 

વાસ્તવિક જીવનમાં જેમ આપણે અગણિત સાંસારિક સમસ્યાઓનો સામનો કરીએ છીએ, એ જ રીતે આધ્યાત્મિક જીવન જીવનાર સમક્ષ પણ પારાવાર સમસ્યાઓ આવતી હોય છે. આપણા વ્યાવહારિક જીવનની સંકુલતાને કારણે અનેક મડાગાંઠ ઉભી થતી હોય છે, તો એવી જ રીતે અધ્યાત્મકજીવન પણ અજ્ઞાાત અને ગહન હોવાથી પણ કેટલીક મૂંઝવણો સર્જાતી હોય છે. જેમ જીવનમાં સર્જાયેલી કૂટ સમસ્યાઓ અંગે કોઈ વૃદ્ધ પાસે, કોઈ અનુભવી પાસે, કુટુંબના મોવડી પાસે કે પછી કોઈ સંત પાસે વ્યક્તિ જતી હોય છે, એ જ રીતે કોઈ અધ્યાત્મના માર્ગે વિશેષ ગતિ કરનાર પાસેથી નિરાકરણ પામવા કોશિશ કરે છે, તો કોઈ આ માર્ગના અનુભવીને મળવા જાય છે, તો કોઈ માર્ગપથપ્રદર્શક ગુરુ કે સંત પાસે જાય છે. જેમ જીવનના પ્રશ્નો માનવીના મન પર સવાર થઇ જાય છે, એ જ રીતે અધ્યાત્મ જગતમાં ઊઠેલો સવાલ પણ સાધકના ચિત્ત પર સતત ઘૂમતો રહે છે. જીવનમાં જેમ એક પ્રકારની બેચેનીનો અનુભવ થાય, તે જ રીતે અધ્યાત્મમાં પણ આવી એકધારી અકળામણનો અનુભવ થતો હોય છે. આવે સમયે અધ્યાત્મની દુનિયાના કેટલાક કૂટ પ્રશ્નો વિશે અધ્યાત્મપુરુષોની વિચારધારાને પામવાનો પ્રયાસ કરીએ અને અધ્યાત્મના પ્રત્યેક માર્ગદર્શકે કહેલી કેટલીક વિલક્ષણ બાબતો વિશે ચિંતન કરીએ.

અધ્યાત્મના ક્ષેત્રે આપણો પહેલો મૂકામ છે સાચા ગુરુની ખોજ. આ ગુરુ કે સદ્ગુરુની ખોજ માટે વ્યક્તિ જીવનભર મથામણ કરતી રહે છે. એ કોઈ માર્ગદર્શકને ચાહે છે અને એની પાસેથી માર્ગ પામીને એ પોતાનું જીવન એ મુજબ ઢાળવાનો પ્રયાસ કરે છે. સમય જતાં એનું સઘળું ગુરુને સમર્પિત કરે છે. જીવનનાં મિત્રો બદલાતા રહે. અભ્યાસકાળમાં જુદા જુદા શિક્ષકો ભણાવવા આવે. સહાધ્યાયીઓ બદલાતા જાય. આપણી આસપાસની દુનિયા બદલાતી રહે, આમ સઘળું બદલાતું હોય છે. પરિવર્તન પામતું હોય છે. કેટલીક વ્યક્તિઓ ગુરુને પણ બદલતી હોય છે. પ્રારંભમાં એમને એક ગુરુનું આકર્ષણ હોય, પણ પછી બીજા કોઈ ગુરુનો પ્રભાવ વધતા એના તરફ દોડી જતા હોય છે. આમાં આંતરિક પ્રગતિની સાધકની આકાંક્ષા હોતી નથી, પરંતુ ગુરુના પ્રભાવ હેઠળ આવીને એ એવો સાધકસ્વભાવ ખોઈ બેસે છે.

એક સમયે આપણે ત્યાં આચાર્ય રજનીશજી તરફ દોટ મૂકનારા કેટલા બધા માણસો હતા. આમાં સમય જતાં એવું પણ બને છે કે શિષ્યો ગુરુ પાસેથી જ્ઞાાન કે ઉપદેશ લેવાને બદલે એમના પ્રભાવના પ્રકાશમાં મહાલવાની મજા માણતા રહે છે. આપણો સમાજ પણ એવો છે કે 'જેને ગુરુ કરવા બહુ ગમે છે.' એને દોડી દોડીને ક્યાંકને ક્યાંક કોઇકની કંઠી બાંધવી અતિ પસંદ છે અને પછી એ ગુરુ ઢોંગી કે કામી હોય તેવું જાણવા મળતાં જ તે એમના પ્રત્યેની શ્રદ્ધાને રાતોરાત બદલી નાખે છે. આપણા દેશમાં તો આવા ઘણા બનાવો બનતા હોય છે, જે આપણે સારી પેઠે જાણીએ છીએ. આવે સમયે પૂર્ણબ્રહ્મનારાયણ એવા શ્રી આનંદમયીમા તો કહે છે કે ગુરુ સાધકની શોધમાંથી સાંપડતા નથી. હકીકતમાં સાધક પોતાના હૃદયના એક અભાવની પૂર્તિ માટે પ્રયત્નશીલ હો યછે. એના હૃદયમાં એક એવી ઉત્કંઠા જાગ્રત થાય કે મને ક્યારે ગુરુપ્રાપ્તિ થશે ? આવી વ્યાકુળતા જ્યારે જાગે અને આવા અભાવનો અહેસાસ થાય ત્યારે માનવું કે હવે ગુરુ મળવામાં ઝાઝો વિલંબ થશે નહીં.

પરંતુ આ ગુરુ છે ક્યાં ? આપણું હૃદય એવું જ કલુષિત રહે, મનના ભાવો એવા જ વિકારી રહે. જીવનની અંધ આસક્તિઓ એમને એમ મનમાં પડી રહે અને પછી આપણે બહાર કોઇને ગુરુ બનાવીને એની આજ્ઞાામાં રહેવાનો દેખાવ કરતા હોઈએ, તો એના જેવો બીજો કોઈ દંભ કે આડંબર નથી. વળી માત્ર બહાર જ ગુરુ હોય છે તેવું નથી. શ્રી મા આનંદમયીના કહેવા પ્રમાણે તો આપણી ભીતરમાં પણ ગુરુ વસેલો છે. અને એ હકીકત છે કે ઘણીવાર બાહ્ય ગુરુની આરાધનામાં આપણે ભીતરના ગુરુની અવગણના કરીએ છીએ.

જ્યારે મા આનંદમયી તો કહે છે કે 'અંદર, બહાર ગુરુ એક જ છે અંતરના જન્મજન્માંતરના અજ્ઞાાનરૂપી અંધકારને ગુરુ હટાવે છે. ભગવાન અંતર્યામી ગુરુરૂપથી અંધકારનો નાશ કરે છે, તો શું ગુરુ અંદર નથી ? તમે તો શાસ્ત્ર ભણો છો, ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરીને ભગવાને પરિક્ષિતની રક્ષા કેવી રીતે કરી ? આનાથી સમજવું જોઇએ કે તેઓ અંદર છે. તેઓ અંદર પણ છે અને બહાર પણ...'

આમ ભગવાન જ ગુરુ રૂપે આવીને સાધકને મુક્ત કરે છે. આને માટે શિષ્યમાં સાચા અર્થમાં વ્યાકુળતા હોવી જોઇએ. વ્યક્તિને 'ભગવત્ દ્રષ્ટિ' પ્રાપ્ત થાય છે, તો પછી અજ્ઞાાનનો અંધકાર ઓગળી જાય છે અને આ રીતે એક માત્ર ગુરુદેવ જ શિષ્યના અંધકારને દૂર કરી શકે છે અને એને બંધનમુક્ત બનાવી શકે છે. એ સાચું છે કે સાચા તત્ત્વજ્ઞા શિષ્યની પ્રાપ્તિ ઘણી મુશ્કેલ હોય છે.

રામભક્ત સ્વામી રામદાસ ગુરુ વિશે એક નવો જ દ્રષ્ટિકોણ આપે છે અને એમનો એ વિચાર આપણે માટે વિશેષ મહત્ત્વનો બની રહે છે કે ૧૮૮૪ની દસમી એપ્રિલે અર્થાત્ ચૈત્ર સુદ પૂનમને હનુમાનજયંતિના શુભ દિને આપરમ રામભક્તનો જન્મ થયો હતો. વળી એમના જીવનમાં બીજી ઘટના એ બની કે તેઓ સ્કૂલમાં હતા, ત્યારે ભજવાયેલા છત્રપતિ શિવાજી નાટકમાં એમણે સમર્થ સ્વામી રામદાસની ભૂમિકા કરી હતી. એક ત્રીજો વિરલ યોગ પણ એમના જીવનમાં જોવા મળ્યો છે કે એમણે એક કાયમી આનંદઆશ્રમ સ્થાપ્યો હતો. આ આનંદઆશ્રમનું સ્થાન પણ મોટા સંકેતરૂપ છે. એમ કહે છે કે જ્યારે સંજીવની ઔષધિ લેવા માટે દ્રોણગિરિ ઉપાડીને રામભક્ત હનુમાનજી લંકા તરફ જઇ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેઓ થોડો સમય વિશ્રામ કરવા રોકાયા હતા અને એ વિશ્રામસ્થળે દ્રોણગિરિ પર્વતનો ેએક ટુકડો રહી ગયો હતો. જે એક સમયે મંજપટ્ટી ટેકરી તરીકે ઓળખાતો હતો. આજે અહીં એ રામનગરમાં રામભક્ત સ્વામી રામદાસનો આશ્રમ જોવા મળે છે.

તેઓ કોઇને વિધિવત્ દીક્ષા આપતા નહોતા. એમણે સ્વયં પણ કોઈ ગુરુ પાસેથી દિક્ષા લીધી નહોતી, આમ છતાં સંન્યાસી થવાની યોગ્યતા ધરાવનારને જો સંન્યાસ લેવાની ભાવના જાગે, તો તેઓ તે માટેની સંમતિ આપતા હતા. તેમજ સંન્યાસી તરીકેનું નામ અને ગેરુઆ વસ્ત્રો આપતાં હતાં. આમ એમણે સ્વયં સંન્યાસ લીધો 

નથી અને રામનામન જપ દ્વારા જીવન વ્યતિત કર્યું હતું. તથા સંપૂર્ણ જાત ઇશ્વરને સોંપી દીધી હતી. તેઓનો ગુરુતત્ત્વ વિશેનો વિચાર જાણવા યોગ્ય છે. 'ગુ' એટલે અંધકાર અને 'રુ' એટલે દૂર કરનાર. ગુરુ એ જીવનનો અંધકાર દૂર કરીને પ્રકાશ આપનારો છે. એ સાધકને જાગ્રત કરે છે અને જીવનમાં કપરા પ્રસંગોએ એને બચાવે છે પણ ખરો.

રામભક્ત સ્વામી રામદાસ તો પહેલી વાત તો ગુરુ કેવો હોવો જોઇએ એ કરે છે.

તેઓ કહે છે કે 'અજ્ઞાાન દશામાં તમે ઇશ્વર વિશે કાંઈ પણ જાણતા હોતા નથી એટલે તમારું હૃદય અંધકારથી ભરેલું છે. આ સ્થિતિમાં તમે ઇશ્વરને માનતા નથી. તેમના વિશે તમને જિજ્ઞાાસા પણ રહેતી નથી. પરંતુ ગુરુ તમારામાં ઈશ્વર વિશેની શ્રધ્ધા જગાડે છે અને તમે એક દિવસ ઇશ્વરને મેળવી શકો. તે માટે તમારા માર્ગદર્શક બને છે. આ રીતે તમારામાં ઈશ્વરની અનુભૂતિ જગાડી તમને તેની પાસે લઇ જવા એ ગુરુનું કામ છે.'

ગુરુ તમને ઇશ્વર સન્મુખ લઇ જાય છે, ગુરુનું આ સામર્થ્ય છે, પણ સાથોસાથ ગુરુમાં પણ અમુક પ્રકારનું સામર્થ્ય હોવું જરૂરી છે. સ્વામી રામદાસજીના મતે ગુરુ એ આધ્યાત્મિક ભોમિયો છે અને એ ભોમિયા પાસે સાચા રસ્તાની સઘળી માહિતી હોવી જોઇએ. આને માટેની એમની શરત ઘણી આકરી છે એ એ છે કે ગુરુ એવો હોવો જોઇએ કે જેને સ્વયં ઇશ્વર સાક્ષાત્કાર થયો હોય. જો એ સાચો ભોમિયો ન હોય તો તમે ભૂલા પડશો. આપણી આસપાસના નૈસર્ગિક જગત વિશે તથા કલા અને વિજ્ઞાાનના વિષયો વિશે તમારે જેમ શિક્ષકની જરૂર પડે છે. જેમ શિક્ષક એના વિષયમાં પારંગત હોય, તે જ રીતે આ આધ્યાત્મિક જગતનો ભોમિયો પણ પારંગત હોવો જોઇએ. અને જો એ ભોમિયો એમાં પારંગત હોય તો સાધકે એની જાતને નિ:સંકોચ સોંપી દેવી જોઇએ.

- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર 




રવિવાર, 14 માર્ચ, 2021

સંત પીપજી જે કબીરસાહેબ ના ગુરુ ભાઈ હતા.

 



‼️રામાનંદ ની ફોજમાં સન્મુખ લડે કબીર‼️
‼️એમની ફોજના મહાન સંત પીપાજી મહારાજ‼️

રામાનંદ પરંપરાના મહાન સંત પીપજી જે કબીરસાહેબ ના ગુરુ ભાઈ હતા જેમણે રામાનંદ ફોજના એક અણમોલ રતન ભક્ત પીપજી...
આ વાક્ય જરૂર સાંભળ્યું હશે કે
- ઈશ્વર નિર્ગુણ અને નિરાકાર છે. તે સર્વત્ર વ્યાપ્ત છે. માનવ મન જ બધી સિદ્ધિઓ અને સુખ-શાંતિનો મૂળ આધાર છે. ઈશ્વર કે પરબ્રહ્મની ઓળખ મનની અનુભૂતિથી થાય છે,
ૐ અમર પ્યાલો સતસંગ ધારા ૐ
ભારતના સંત આકાશમાં ભક્તરાજ પીપાજી એક તેજસ્વી તારલાની જેમ ચમકે છે. તે ભગવાનના સિદ્ધ ભક્ત હતા. તેમનો જન્મ વિક્રમ સંવત ૧૩૮૦માં રાજસ્થાનમાં કોટાથી ૪૫ માઈલપૂર્વમાં ગાગરોન ગઢમાં થયો હતો. તે ચૌહાન ગોત્રના ખીંચી વંશ શાખાના પ્રતાપી, પરાક્રમી, પુણ્યકર્મી, પરોપકારી રાજા હતા. ઐતિહાસિક સંશોધનોના સંદર્ભોને આધારે એવું માનવામાં આવે છે કે ભક્તવર પીપાજી, પીપાનંદાચાર્યજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમ, બુધવાર વિક્રમ સંવત ૧૩૮૦, તારીખ ૨૩-૪-૧૩૨૩ના રોજ થયો હતો. એક મત એવો પણ છે કે તેમનો જન્મ વિક્રમ સંવત ૧૪૧૭માં ચૈત્ર સુદ પૂનમે થયો હતો. દેવકૃપાથી એમના રાજ્યમાં દુકાળ કે મહામારીનો કોઈ પ્રકોપ ક્યારેય થવા પામ્યો ન હોતો.
રાજગાદીનો ત્યાગ કર્યા પછી રાજા પીપાજી સંત રામાનંદજીના શિષ્ય બન્યા. રામાનંદજીના અનંતાનંદ, કબીર, રૈદાસ વગેરે બાર શિષ્યોમાં પીપાજી પણ એક હતા. સંત પીપાજી દેશના મહાન સમાજ સુધારકોની શ્રેણીમાં આવે છે. તેમણે રાજસ્થાનમાં ભક્તિ અને સમાજ સુધારણાની અલખ જગાવી હતી. નિર્ગુણ વિચારધારાના આ સંત કવિએ ભારતમાં પરાપૂર્વથી ચાલી આવતી ચતુર્વણ વ્યવસ્થામાં નવીન 'શ્રમિક વર્ગ'નું સર્જન કરવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
એમના દ્વારા રચાયેલ આ શ્રમિક વર્ગ એવો હતો જે મુખેથી ભગવાનના નામનું ઉચ્ચારણ કરતા રહી હાથથી પરિશ્રમ કરતો રહેતો હતો. સમાજ સુધારની દૃષ્ટિએ સંત પીપાજીએ બાહ્ય આડંબરો, કર્મકાંડો અને રૂઢિઓનો ભારે વિરોધ કર્યો અને જણાવ્યું કે ઈશ્વર નિર્ગુણ અને નિરાકાર છે. તે સર્વત્ર વ્યાપ્ત છે. માનવ મન જ બધી સિદ્ધિઓ અને સુખ-શાંતિનો મૂળ આધાર છે. ઈશ્વર કે પરબ્રહ્મની ઓળખ મનની અનુભૂતિથી થાય છે.
ભક્તરાજ પીપાજીનું બાળપણનું નામ રાજકુમાર પ્રતાપસિંહ હતું. લક્ષ્મીવતી એમની માતાનું નામ હતું. દરજી સમુદાયના લોકો સંત પીપાજીને પોતાના આરાધ્ય દેવ માને છે. બાડમેર જીલ્લાના સમદડી કસબામાં સંત પીપાજીનું એક વિશાળ મંદિર બનાવાયેલું છે જ્યાં દર વર્ષે વિશાળ મેળો લાગે છે.
Dasi Jivan Saheb
એ ઉપરાંત ગાગરોન (ઝાલાવાડ) અને મસુહિયાર (જોધપુર)માં પણ એમના સ્મરણમાં ઉત્સવ અને મેળો યોજાય છે. ગુરુ નાનકદેવજીએ એમની રચના એમના પૌત્ર અનંતદાસ પાસેથી ટોડા નગરમાં પ્રાપ્ત કરી હતી.અનંતદાસ દ્વારા લખાયેલ 'પચ્ચઈ'ના પચ્ચીસમા પ્રસંગમાં આ વાતનો ઉલ્લેખ છે. થોડા વખત બાદ આ રચનાને ગુરુ અર્જુનદેવજીએ 'ગુરુ ગ્રંથ સાહિબ'માં સમાવી લીધી હતી.
સંત પીપાજી એટલે કે પીપાનંદાચાર્યજીનું જીવન અનેક ચમત્કારોથી ભરેલું છે. એ રાજા હતા તે વખતે તેમની વિનંતીથી એમના ગુરુ સંતવર્ય રામાનંદજી કબીર, રૈદાસ વગેરે ચાલીસ શિષ્યો સાથે ગાગરોનગઢ આવ્યા હતા. ત્યાં થોડો વખત રહ્યા પછી ગુરુ રામાનંદજી દ્વારિકા ગયા. પીપાજી અને તેમની બાર રાણીઓ પણ દ્વારિકા જવા તૈયાર થયા. પણ માત્ર રાણી સીતા સહચરી જ સાથે જઈ શકી. પીપાજી તેને પણ સાથે લઈ જવા માંગતા નહોતા પણ ગુરુની આજ્ઞાા થવાથી તેને સાથે લઈ ગયા હતા. રામાનંદજી દ્વારિકાથી કાશી પાછા ફર્યા પણ ગુરુ આજ્ઞાાથી પીપાજીને સીતા સહચરી સાથે દ્વારિકામાં જ રહી જવું પડયું. તે દરરોજ દ્વારકેશ પ્રભુના દર્શન કરતા.
એક દિવસ ભક્તરાજ પીપાજીને હૃદયમાં તીવ્ર ઈચ્છા ઉદ્ભવી કે ભગવાન શ્રીકૃષ્ણ અને રુકિમણીના પ્રત્યક્ષ દર્શન કરવા. ભક્તિના આવેશમાં પીપાજી અને એમની પત્ની સીતા સહચરીએ ભગવાનનો સાક્ષાત્કાર કરવા સમુદ્રમાં ઝંપલાવી દીધું. દ્વારિકામાં હાહાકાર મચી ગયો. તે બન્ને સાત દિવસ સમુદ્રમાં જ રહ્યા. લોકો સમુદ્ર કિનારે બેસી રહ્યા. સાત દિવસ બાદ ભગવાન શ્રી કૃષ્ણ અને એમના પટરાણી રુકિમણીજીના દર્શન કરી તે કૃતાર્થ બની બહાર આવ્યા.
Babaria Hasmukh
વિસ્મય ઉપજાવે એવી અદ્ભુત બાબત એ હતી કે એ સમુદ્રમાંથી બહાર આવ્યા હતા તેમ છતાં તેમના વસ્ત્ર જરાય પલળેલા નહોતાં. તે ભગવાન પાસેથી એક છાપ પણ લેતા આવ્યા હતા. તેમણે તે મંદિરના પૂજારીને આપી દીધી હતી અને કહ્યું હતું - 'જે આ છાપનો સ્પર્શ કરશે તે ભવસાગરની પાર ઉતરી જશે!'
એકવાર પીપાજી ટોડા ગામના તળાવમાં સ્નાન કરતા હતા ત્યારે તેના કિનારે થોડી સોનામહોરો જોઈ. તેમણે તે લીધી નહીં. પાછા ફરીને તેમની પત્નીને આ વિશે વાત કરી. કેટલાક ચોરોએ એમની આ વાત સાંભળી લીધી. તે સરોવરના કિનારે ગયા તો તેમને ત્યાં સોનામહોરો નહીં પણ સાપ અને વીંછી દેખાયા. તેમણે ગુસ્સે ભરાઈ એક પાત્રમાં તે ભરી લીધા અને પીપાજીના ઘર પાસે આવી તે પાત્ર તેમના ઘરમાં ફેંક્યું. તેમાંથી સાપ-વીંછી નહીં, સોનામહોરો નીકળી! ભક્તરાજ પીપાજીએ તેનો સાધુ-સંતોની સેવા માટે ઉપયોગ કર્યો.
પીપાવાવમાંથી ભગવાન રણછોડરાયજીની મૂર્તિઓને કાઢવી, સિંહને અહિંસાનો ઉપદેશ આપવો, મૃત તેલીને જીવતો કરવો, લાકડીઓને લીલા વાંસ રૂપે બદલી કાઢવી, એક જ સમયે પાંચ જુદા જુદા સ્થળે ઉપસ્થિત રહેવું એવા અનેક ચમત્કારો એમના થકી થયા હતા. સંત કવિ પીપાજીના અનેક પદો, દોહા સિખોના ગુરુગ્રંથ સાહિબમાં જોવા મળે છે. તે ઉપરાંત ૨૭ પદ, ૧૫૪ સાખિયો તથા અન્ય ગ્રંથ પ્રસિદ્ધ છેં
✍️હસમુખ મનુભાઈ બાબરીયા.
@hasmukh babaria
09-માર્ચ-2021

સંત કબીરની અમૃતવાણી




 

સંત કબીરની અમૃતવાણી

સંસ્કૃત ભાષામાં સુભાષિત હોય છે. આ સુભાષિતના માધ્યમથી જે કંઈ વ્યક્ત થાય છે તે અર્થપૂર્ણ અને અનુભવસિદ્ધ હોય છે. આવી એક પંકિત છે -
જે અર્થપૂર્ણ અને સમજવામાં ખૂબ સરળ છે.
‼️સાધુવો નહિ સર્વત્ર, ચંદનું ન વને વને - ‼️
અર્થાત્ આવા સપુરુષ ખરેજ દુર્લભ છે !
વિશ્વમાં સામાન્ય રીતે ત્રણ પ્રકારના માણસો જોવા મળે છે. સામાન્ય માણસો , સંસ્કારી સજ્જનો અને સંત પ્રકૃતિના સંત પ્રકૃતિના વ્યકિતઓ સ્વભાવે ખૂબ સરળ અને પ્રભુ પરાયણ જીવન જીવતા હોય છે-
જે સૌનું ભલુજ ઇછનારા હોય છે. સાચો માણસ, કદાચ એમની સાથે સારું વર્તન નહીં કરે તો પણ આ સંતપ્રકૃતિના માણસો સામા માણસ સાથે સારું વર્તન નહીં કરે તો પણ આ સંતપ્રકૃતિના માણસો સામા માણસ સાથે સારું વર્તન જ કરશે. કારણકે એ સ્વભાવે અજીત અને સંત છે.
ૐ અમર પ્યાલો સતસંગ ધારા ૐ
યાદ રહે કે સંતો સદાય સરળ હોય છે. મહાવીર પ્રભુ, ભગવાન બુદ્ધ, ઇસુ યા મહંમદ સાહેબ સદાય શાંત રીતે જે તે વ્યકિત સાથે વર્તન કરતા. આવા સંતો ભલે સમાજમાં ઓછા હોય, પણ આવા સંતો દુર્લભ હોય છે. ઉપરોક્ત શ્લોકની પંકિતમાં કહ્યું છે કે
‼️બધા જંગલોમાં ચંદનના વૃક્ષો હોતાં નથી‼️
તેવી રીતે સાધુ સંતો પણ ખૂબ ઓછા હોય છે.
રામ, કૃષ્ણ, મહાવીર, ભગવાન બુદ્ધ, ઇસુ, મહાત્મા ગાંધી વગેરે જે યુગપુરુષો મળવા દુર્લભ છે.સાચાં કીમતી મોતી ખૂબ ઓછાં જ હોય, છાશ અને માખણ બન્નેમાં માખણ ખૂબ ઓછું હોય છે.પણ એનું મૂલ્ય અનેકઘણું હોય છો. આજે વતી આ નવનીતછે.-અમૃત છે.
આજે સંતજ્ઞાની કબીરની થોડીવાત કરવી છે.કબીર વણકર જ્ઞાતિના હતા અને કાપડ વણતા. છતાં તેઓ જ્ઞાની હતા અને પ્રભુ પરાયણ જીવન જીવતા.કબીર વણકર હોઈ દૃષ્ટાંત પણ વણાતી ચાદરનું દ્રષ્ટાંત આપે છે.

‼️ઝીની ઝીની બીની ચદરિયા’ ‼️
‼️ચાદર ઓઢકે શંકા મત કારીઓ‼️
‼️દો દિન ઓઢણકો દીની,‼️
‼️મૂરખ લોગ ભેદ ન જાણ્યો,‼️
‼️મેલી મેલી કર દીની‼️
‼️દાસ, કબીર જતન સે ઓટી, ‼️
‼️જ્યો કિલ્યો ઘરદીની ચદરિયા.' ‼️

વણકરતો ચાદર સુંદર વણી છે- ચાદરબારીક પણ છે.
આ ચાદરદેવ-દાનવ માનવ અને મુનિ બધાએ ઓઢીને મેલી કરી નાખી છે. આનો ખરો અર્થ હવે સમજાય છે યાદ રહે કે ચાદર સ્વયં જીવન છે. એને ઓઢનાર અજ્ઞાની વ્યકિત તેનું મૂલ્ય સમજતા નથી. તેથી જીવન કલુષિત કરી નાખે છે. શ્વાસ અને ઉચ્છવાસના તાણાવાણાથી આચાદર વણાય છે.
પ્રભુએ ખરેખર મનુષ્યને શુધ્ધ જીવન આપ્યુલુ છે.
Dasi Jivan Saheb
કહેવાનો ભાવ એવો છે કે જેવું શુધ્ધ પ્રભુએ આપણને આપ્યું છે તેવુંજ શુધ્ધ જીવન જીવી જાણીએ. અને અંતે સમગ્ર જીવન તેના ચરણોમાં સમર્પિત કરી દઈએ .
Babaria Hasmukh
આવું આધ્યાત્મિક રહસ્યથી ભરેલું અર્થસભર કલ્યાણકારક જીવનનું મૂલ્ય ખરેખર દુર્લભ છે જ- જે સમજે તેને માટે કબીર વાણી તો અમૃતવાણી છે. આ વાણીને આત્મસાત કરનારનું જીવન ધન્ય બની જાય છે. કબીર જેવા ઘણા સંતો આ માર્ગે યાત્રા કરીને પરમની અનુભૂતિ કરી ચૂક્યા છે.
✍️હસમુખ મનુભાઈ બાબરીયા.
13-03-2021
06:51pm

મંગળવાર, 25 ડિસેમ્બર, 2018

🌹ભેદુ હોય તેને ભેદજ દીસે.🌹

🌹ભેદુ હોય તેને ભેદજ દીસે.🌹




મારા રામ રસડાની વાતું, 
સાધુ ભેદુ વિના કેનેરે કઇયે. (ટેક)

ભેદુ હોય તેને ભેદજ દીસે 
ઈતો અગમ નિગમની વાતુ લઈયે 
સાધુ ભેદુ વિના કેનેરે કઇયે......

ઊંડા જળની આળું ન કરીયે 
કાંઠે બેસીને જળ નાઇયે 
સાધુ ભેદુ વિના કેનેરે કઇયે......

ઉંચા ઝાડનો અસીંગો ન કરીયે, 
પડ્યા ફળ વીણી લઈયે. 
સાધુ ભેદુ વિના કેનેરે કઇયે......

દાસી જીવણ સત ભીમના ચરણ, 
સમજી સમજીને રહીયે. 
સાધુ ભેદુ વિના કેનેરે કઇયે......

🌹 ભાવર્થ🌹
✍️રામ રસ ની વાતુ અનુભવ ની વાતુ જે ભેદુ છે એને કેવાય જે નો જાણતું હોય તો અમૂલ્ય શબ્દ વેરાય ગયા કેવાય. ભેદુ જે આ વાતને જાણનારો હોય એની આગળ આ વાતું કરીએ તો એ વાતું ભેદુ હોય તે સામે સાધુ સાધુ કહીને હોંકારા કરે અને બંને એકા બીજા અગમ નિગમ ની વાતું નો આનંદ માણે તો આ તો જીવણ બાપા જાણે આપણને આ બોધ આપતા હોય એવી વાણી છે. કે ઊંડા જળ નો અખતરો નો કરવો જો સમજુક હોવ તો કિનારે બેસીને સ્નાન કરી લેવું જોઈએ કારણ જો ઊંડા જળ મા ઉતારીએ તો કદાચ ઊંડાણ માં છુપાઈને બેસેલા મગર જેવા જળના જીવડાં સારા સારા તરવૈયા ને પણ ડુબાડી ને ભક્ષ બનાવી દે છે.
ઊંચું ઝાડ હોય અને અધર ફળ ની લુમ સોટેલી દેખાય તો પહેલા વિચાર કરવો કે ઉંચા વૃક્ષે પેહલાથીજ નીચે ફળ પાથરી દીધા છે. અને વધુ લાલચમાં જો ઝાડવે ચડયે તો એટલાજ જોરથી નિષે પસડાયી
અને કદાસ હાથ પગ ભાંગી જાય લાલચના કારણે. માટે નીચે પડેલા સ્વાદિષ્ટ ફળ વીણી લેવા જોઈ જીવણ બાપ નો આ કહેવું છે જો સમાજ હોય તો સતગુરુ ના ચરણમાં સમજીને રહીયે.
🙏🏻🌹 જય જીવણ બાપ 🌹🙏🏻
🙏🏻પ્રણામ સ્વીકારજો🙏🏻
સંત પ્રેમી હસમુખ મનુભાઈ બાબરીયા🙏🏻

શુક્રવાર, 21 સપ્ટેમ્બર, 2018

🙏🌹સતગુરુ ભીમ સાહેબનો સંદેશો... 🌹🙏

🙏🌹સતગુરુ ભીમ સાહેબનો સંદેશો... 🌹🙏



જ્યારે જીવણ બાપા ઉપદેશ લીધા પશી બાપા નુ ,મન અસ્થિર થવા લાગ્યું અને ફરીથી મોહમા અને ભ્રમણા માં મન તરબોળ થવા લાગ્યું ત્યાર ની વાત છે તે હું અહિ એ પ્રસંગ જીવણ બાપા ના જીવન નો છે તે અહી આલેખન કરું છું જરૂર તમને વાચીને ગમશે અને આ જીવનમાં આપણને પ્રેરણા મળે એવું છે આમતો જીવણ બાપા નુ આખું જીવન માનવ માટે પ્રેરણા રૂપ છે.
જીવણ બાપા ભીમ સાહેબ પાસે બોધ લીધા પછી કહ્યું કે
"અંજવાળું અજવાળું ગુરુજી મારે અંજવાળું,
આજે તમ આવ્યા થયું અંજવાળું,

સતગુરુ શબ્દ શ્રવણે સૂનયો,
ભીમ ભેટ્યા ભાંગ્યું ભ્રમનું તાળું, 
આજ ગુરુજી તમ આવ્યા...

જ્ઞાન ગરીબી સંતોની સેવા,
પ્રેમ ભગતિનો સંગ પાળુ.
ગુરુજી મારે આંજવાળું...

ખીમ ગુરુ ભાણ રવિ રમતા રામા,
તે જ તત્વમાં તમને ભાળું..
ગુરુજી મારે આંજવાળું...

દાસી જીવણ સત ભીમના ચરણા,
અવર દુજો ધણી નહીં ધારુ. 
ગુરુજી આજ આંજવાળું..

આમ જીવણ બાપા ભીમ સાહેબે ને કહ્યું અને પછી થોડા સમય પછી ભીમ સાહેબ તેમના ગામ આમરણ જતા રહ્યા અને અચાનક એક દિવસ ધોઘાવદાર થી સંઘ ચારધામ ની યાત્રા જવા નીકળ્યો અને જીવણ બાપા ને ચાર ધામની યાત્રાનું આમંત્રણ મળ્યું એ પણ હાવ મફત જવું અને આવવું તો કોઈપણ નું મન લલચાય અને જીવણ બાપા ને પણ સંધ સાથે જવાનું મન થયું પણ ભીમ બાપા એ કઈ બીજું સમજવ્યું હતું કે જીવણ આ ઘટમાં ગંગા ગોમતી અને ઘટમાં કાશી અને કેદાર આવું સમજવ્યું હતું છતાય મન જીવણ બાપા નું માનતું ના હતું એમને સંધ સાથે જવા ખૂબ ઉત્સાહિત હતા પણ એક બાજૂ ભીમ સાહેબના કહેલાં વચન પણ યાદ આવતા હતા પછી બહુ નો રેવાણું તો જીવણ બાપા એ ભીમ સાહેબ ને પત્ર લખ્યો આમરણ કે.
સેજે સયાજી મારૂ દિલડું ન માને દુબજાળું.
કહોને ગુરુજી, મારૂ મનડું ન માને મમતાળુ.
વાળી વાળી મનને વાડલે પૂરું વાલા,
પતળેલ જાય છે પરબારું.

ઘડી એક મન મારૂ કીડી કુંજર વાલા, ઘડીક ઘોડે ઘડીક પાળે,
તીરથ જઈને તપષ્યા રે માંડું વાલા, પંચ ધૂણી પરજાળું,
મારૂ મનડું ન માને મમતાળુ....

કામ અને કાજ માને કાઇન સુજે વાલા,ખલક લાગેછે બધુ ખારું. 
હવે તો ગુરુજી મારા ઓરડા ચણાવું વાલા,રૂઠડા રે રામને માનવું.
મારૂ મનડું ન માને મમતાળુ.

દાસી જીવણ સત ભીમ કેરા ચરણા વાલા,સરજ્યું હશે તો થાશે સારું.
મારૂ મનડું ન માને મમતાળુ.

આવો પત્ર ગુરુજી ભીમ, સાહેબ ને જીવણ બાપા યે લખ્યો અને ભીમ સાહેબે પત્ર વાચતાજ કીધું કે જીવણ પહેલા કેતો હતો બધુ સમજાય ગયું અને હવે આવો પત્ર લખીને મને પણ ૧૭ ને ગુરુ બનાવ્યા અને છોડ્યા એમ હવે મારો ૧૮ માનો પણ આવો વારો લાગે છે. પણ ભીમ સાહેબ ની સાથે તેમના શિષ્ય કલ્યાણ સાહેબ પણ રહતા હતા અને પછી ભીમ સાહેબે કલ્યાણ સાહેબને કહ્યું કે આપણે એક છેલ્લો સમજાવવાનો પ્રયત્ન કરીયે જો જીવણ સમજી જાય. આપણે કઈ એને બાંધ્યો નથી એતો એને સમજાય તો એનો બેડો પાર ઉતરી જાય. તો કલ્યાણ સાહેબેને વળતો પત્ર લખી ને મોકલવ્ય પણ સાથે કહ્યું કે કલ્યાણ તું આ પત્ર વાચતા પહેલા જીવણ ને બે શબ્દો કડવા કહજે જેથી તેને ખબર પડે પછી કલ્યાણ સાહેબ બીજા દિવસે આમરણ થી ઘોઘવાદાર આવ્યા અને ભીમ સાહેબનો જે સંદેશો હતો એની પહેલા જીવણ બાપાને કેવું બોલ્યા જુવો.
જીવણ ગુરુજી તારા ગામથી તો નજીક રહેચે અને તું પત્ર લખી મોકલે છે. તારે આમરણ આવતા કેટલી વાર લાગત તો તૂયે આવો પત્ર લખ્યો અને જીવણ બાપા કલ્યાણ સાહેબેને ચરણોમાં શીશ નમાવી રડી પડ્યા.
પછી કલ્યાણ સાહેબ તેમણે કઠોર શબ્દો કીધા તે નીચે પ્રમાણે છે.
જીવણ તુએ ગુરુ કર્યા પણ તને ગરજ નથી, ગરજ વગર જ્ઞાન ક્યાથી આવે. 
જ્ઞાન વિનાનો નર પાવૈયો, જે નર કે નારી માં નો આવે રે.

ગુરુજીના વચનો રૂદયે ધરો, કા ફરોછો વાંજણ્યુ જેવા રે,
ભક્તિ રે વિનાનો નર ભૂત સમાન છે,હામો મળ્યો નહીં સારી રે.

ધિક ધિક ધિક એની જનની નો જાયો,ના હાકનો નૂર ગુમાવ્યો રે,
ભક્ત જે જનમ્યા એને ધન્ય છે,ધન ધન હરીજન જાયા રે.

વૈંકુટે વાગ્યા એના વધામણાં,ત્રણ લોકમાં એની સાયરે,
ભક્તિ છે જ્ઞાન અને વૈરાગની,શુધ્ધ વિચાર થી આવે રે.

કહે રે કલ્યાણ જીવણ દાસ તને,
ફેરો કોય સમજૂક ને ભાવે રે.....

તો આવા જોર ભરેલા શબ્દોના ઘા જીવણ બાપાને માર્યા અને પછી ભીમ સાહેબનો સંદેશો એમના રુદયમાં અને સાંધે સાંધે ફરી વળ્યો અને મન ને ભક્તિ તરફ વાળી અને આજે આપણને આવા મહામાનવ કહીયે તોય ઓછું છે. આવા સંતો તેના ચરણ ની જો રજ પણ માથે લગડી દેવી તો બેડો પાર


🙏🌹જય ભીમ સાહેબ🌹🙏
🙏🌹જય કલ્યાણ સાહેબ🌹🙏 🙏🌹જય અક્કલ દાસ સાહેબ 🌹🙏
🙏🌹જય જીવણ બાપા 🌹🙏 જય ગુરુદેવ 🌹🙏

રવિવાર, 26 ઑગસ્ટ, 2018

જાલુમાં અને જીવણ બાપાનો સવવાદ.

જીવણ બાપા જાલુમાને નિજ પંથી ની વાત સમજાવેસે. 


✍આ પ્રસ્તુત વાણી મહાત્મા જીવણ બાપા ની છે. અને જે આ શબ્દો છે તે બહુજ શુદ્ધ ગુજરાતી શબ્દો છે જેને તળપતિ ભાષા કહેવામાં આવે છે અને આ વાણી મા જાલુમાં ને જીવણ બાપા પરમેશ્વર ની સાયબી ના વખાણ અને સમજાવે છે.

✍આ પ્રસ્તુત વાણી મહાત્મા જીવણ બાપા ની છે. અને જે આ શબ્દો છે તે બહુજ શુદ્ધ ગુજરાતી શબ્દો છે જેને તળપતિ ભાષા કહેવામાં આવે છે અને આ વાણી મા જાલુમાં ને જીવણ બાપા પરમેશ્વર ની સાયબી ના વખાણ અને સમજાવે છે.

એક વખત જીવણબાપા અને જાલુમાં વાળું કરવા બેસ્યા હતા. જીવણ બાપા જમવા બેસ્યા હતા અને જાલુમાં રોટલો ઘડતા ઘડતા પૂછે સે કે ભગત આપણે ત્યાં સાધુ સંતો ઘણા આવેસે તો આપણે ભગવાનનું નાનું મંદિર અથવા જગ્યા સ્થાપયે તો કેવું સારું તો જીવણ બાપા કહે દેવી તમે આ વિશાલ અનંત પ્રભુને નાના મંદિર માં કેમ સમાવશો જેની સુ શોભા છે. તેની હું તમને એક વાત કહું. અને આ વાણી મા અખંડ અવિનાશી નિરાકાર વૈરાટ સ્વરૂપને આપણે કેમ એક નાના મંદિરમાં સમડી શકાય. અને બાપા આ વાણી બોલ્યા જેમાં ભગવાન ક્યાં મંદિર માં રહે છે તેને કોણ મંજન કરાવે છે. અને તેમના વૈભવ અને કીર્તિ કેવી છે તે બહુજ સુંદર ભાવથી જીવણ બાપા વર્ણન કરેછે તે વખતે જાલુમાં ને સમજાવ્યું અને હવે આપણે પણ આ સમજવું જોશે.

ન જાણું નિજપંથી રાજારામ કેડી વિધ રીજસા.
આકાશ તંબુ ધરા જાજમ,દશ તણી દિગપાલજી,
ત્યાં મેળ માટીનો કરી,તારી થાપના કેડી કિજસા...

સાત સાયર અનંત નદીયુ,રેન્ટ વાયુ વેગજી,
કેતા કહું મેં કૂંપ સરોવર,મોર્યા બારે મેઘજી,
ત્યાં હેકણ જારી હાથ લઈ,તારો મંજણ કેડો કિજસા.

જાય જયવંતરી ઝળહળ જબાદ,કેતકી કરુણા રચી,
નવા દ્રોવણ ફળ નિત નવા,માઇ પુષ્પ ભાર અઢારજી,
ત્યાં તિલક તુલસી પાન બીડી,તારી પત્રી કેડી કિજસા.

અખંડ અગ્નિ જ્યોત જાગી,કોટી ભાણ પ્રકાશજી,
નવલાખ તારા ચંદ્ર સોતા,દીસે જ્યોત જલારસી,
ત્યાં હેકણ દીવડો હાથ લઈ તારી સંજયા કેડી કિજસા.

અખંડ વાજા અંદર વાગે, નિત્ય ઓચ્છવ થાયજી,
નારદ શારદ શેષ ગાવે, તારી ઓળંગે આલમરાયજી,
ત્યાં હેકણ તંત અને હેકણ જીભ્યા,કીર્તિ કેડી કિજસા.

પાણીમાં પ્રતિબિંબ દીસે, શોભા કેડી અમે કિજસા,
દાસી જીવણ જપે હાથ જોડી,દેવે દર્શન દિજસા,
 ન જાણું નિજપંથી રાજારામ કેડી વિધ રીજસા



ભાવાર્થ:-
-----

ન જાણું નિજપંથી રાજારામ કેડી વિધ રીજસા.
આકાશ તંબુ ધરા જાજમ,દશ તણી દિગપાલજી,
ત્યાં મેળ માટીનો કરી,તારી થાપના કેડી કિજસા...

ભાવાર્થ:- નિજપંથી રામ આપણો આતમ રામ એની વિધિ કેવિસા અને એની શોભા કેવી આકાશ જે છે તે ભગવાન માટે ચત છે. તંબુ છે અને એ મંદિર ની જાજમ જે છે એ પૃથ્વી છે.અને દસે દિશાએ દસ દરવાજા એ દિશાઓ ભગવાનના મંદિર ના દરવાજાના દિગપાલ એટલેકે એના દરવાન છે. ત્યાં આપણે ગારાનું મંદિર બનાવી એની થાપના કેમ કરવી...
------------------------–--―-----------------
સાત સાયર અનંત નદીયુ,રેન્ટ વાયુ વેગજી,
કેતા કહું મેં કૂંપ સરોવર,મોર્યા બારે મેઘજી,
ત્યાં હેકણ જારી હાથ લઈ,તારો મંજણ કેડો કિજસા.

ભાવાર્થ:- હવે લોકોતો ભગવાનને એમની પોતપોતાની નજરથી અને અંધ થઈ પથ્થરને પુષ્પ પાણી ચડાવે છે. તો અહીંયા સંતોનો મત સત્ય છે. કે અનંત વૈરાટ ભગવાનને તો સમુદ્ર નદીયુ ઝરણું અને બારે મેઘ જેને મંજણ નવરાવતા હોય એવા ભગવાનને આપણી એક જારી ભરેલું પાણી હું ભીંજાડી અકે. નો થાય. 
--------------------------------------
જાય જયવંતરી ઝળહળ જબાદ,કેતકી કરુણા રચી,
નવા દ્રોવણ ફળ નિત નવા,માઇ પુષ્પ ભાર અઢારજી,
ત્યાં તિલક તુલસી પાન બીડી,તારી પત્રી કેડી કિજસા.

ભાવાર્થ:- અને એવા ભગવાન માટે પ્રકૃતિ પોતે શણગાર સજ્જતી હોયછે. ભાત ભાત ની ફૂલવાડી પોતે નિપજાવતા હોય છે. પોતે અનંત પ્રકારના સુગંધિત ફૂલો ઉત્પન્ન કરતા હોય છે. આ બધુજ એ નિરાકાર વૈરાટ ભગવાન માટે પ્રકૃતિ એની પૂજા કરે છે અને એમના ચરણો મા અર્પિત રહેછે એમાં જીવણ બાપા કહે આપણે તિલક તુલસી પન બીડી એતો પહેલેથીજ ભગવાનને પ્રકૃતિ એ અર્પણ કરી દીધું છે. તો આપણે અર્પણ કરેલી વસ્તુ પછી પાશી અર્પણ કરી કાઈ એનુ મહત્વ નહીં.
------------------------------------
અખંડ અગ્નિ જ્યોત જાગી,કોટી ભાણ પ્રકાશજી,
નવલાખ તારા ચંદ્ર સોતા,દીસે જ્યોત જલારસી,
ત્યાં હેકણ દીવડો હાથ લઈ તારી સંજયા કેડી કિજસા.

ભાવાર્થ: આ બ્રહ્માંડમાં અખંડ જ્યોત એ પ્રકાશ રૂપે પહેલેથીજ છે જેમ આતમ જ્યોત અને પરમાત્મા પણ જ્યોત સમાન છે. અને કોટિક સૂર્ય પ્રકાશિત છે. જે એજ વિશ્વંભર માટે છે. તો આપણો એક ઘીનો દીવો હું કામનો.
------------------------------------
અખંડ વાજા અંદર વાગે, નિત્ય ઓચ્છવ થાયજી,
નારદ શારદ શેષ ગાવે, તારી ઓળંગે આલમરાયજી,
ત્યાં હેકણ તંત અને હેકણ જીભ્યા,કીર્તિ કેડી કિજસા.

ભાવાર્થ:- આપણે મંદિરોમાં નગારા ઘંટ જાલરી ઘડીક પૂરતા હાથેથી વગાડવી અને ઉત્સવ બનાવવી અને થાકી જાય ત્યારે મૂકીને હાલતી પકડીએ અને ભગવાન ભગવાનની જગ્યાએ અને ભગત ભગતનની જગ્યાએ હો વગરનો હુતો હોય. પણ આ જે મંદિર છે ત્યાં ક્યારે આ ઉત્સવ નગારા ઘંટ વાજા જાલરી કોય દિવસ બંધજ થતી નથી અને અખંડ વાગ્યા કરેછે..
-------------------------------------
પાણીમાં પ્રતિબિંબ દીસે, શોભા કેડી અમે કિજસા,
દાસી જીવણ જપે હાથ જોડી,દેવે દર્શન દિજસા,
ન જાણું નિજપંથી રાજારામ કેડી વિધ રીજસા. .


ભાવાર્થ:- આવા અવિનાશી ભગવાનને જીવણ બાપા હાથ જોડીને વંદન કરેછે..


🙏🌹જય જીવણ બાપા🌹🙏 🙏🌹 જય જાલુમાં🌹
🙏🌹જય ગુરુદેવ🌹🙏



ગુરુ એ માત્ર ભોમિયો કે સાક્ષાત્ ઇશ્વરસ્વરૂપ ?

 ગુરુ એ માત્ર ભોમિયો કે સાક્ષાત્ ઇશ્વરસ્વરૂપ ?  - ગુરુ તમને ઇશ્વર સન્મુખ લઇ જાય છે, ગુરુનું આ સામર્થ્ય છે, પણ સાથોસાથ ગુરુમાં પણ અમુક પ્રકાર...